________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
અચાનક બેહોશ થઈ ગઈ હતી. એ વખતે રત્નરાજે પાણી લઈ મંત્ર ભણીને એ કિશોરી પર પાણી છાંટ્યું કે તરત તે સ્વસ્થ થઈ ગઈ હતી. આ ઘટના પછી યાત્રા દરમિયાન સૌભાગ્યમલજીએ પોતાની પુત્રીની સગાઈ રત્નરાજ સાથે કરવાની દરખાસ્ત માણેક આગળ મૂકી હતી, પરંતુ રત્નરાજે તેનો અસ્વીકાર કર્યો હતો. આગળ જતાં જંગલમાં જ્યારે ભીલ લોકો તીરકામઠાં લઈને સંઘને લૂંટવા આવ્યા હતા ત્યારે હિંમતપૂર્વક રત્નરાજે ‘કેસરિયાનાથ કી જય’ના નાદ જોરશોરથી બોલાવતા જઈ સંઘની આગળ ચાલવાનું શરૂ કર્યું હતું. એ વખતે રાજ્યના રક્ષક ઘોડેસવારો ક્યાંકથી અચાનક આવી પહોંચતાં ભીલ લોકો ભાગી ગયા હતા. આથી રત્નરાજની હિંમતની અને કેસરિયાનાથમાં તેમની શ્રદ્ધાની સંઘમાં બહુ પ્રશંસા થઈ હતી.
કેસરિયાજીની યાત્રા કરી આવ્યા પછી રત્નરાજ પણ પોતાના પિતાના વ્યવસાયમાં મોટા ભાઈ માણેકની સાથે જોડાઈ ગયા. ક્રમે ક્રમે પિતાજીએ વ્યવસાયમાંથી નિવૃત્ત થવાનું ચાલુ કર્યું. દરમિયાન બંને ભાઈઓએ પોતાની હોશિયારીથી પોતાના ઝવેરાતના ધંધાને ખૂબ વિકસાવ્યો. માત્ર ભરતપુર જ નહિ, બહારગામના પણ ઘણા વેપારીઓ સાથે એમનો વેપા૨સંબંધ વધતો ગયો. બંને ભાઈઓ ઘણી સારી કમાણી કરવા લાગ્યા. ઠેઠ કલકત્તા અને શ્રીલંકા સુધી એમનો વેપાર વિસ્તરતો ગયો. બંને ભાઈઓ બળદગાડી અને ઘોડા ૫૨ બેસી ઘણા દિવસે કલકત્તા પહોંચ્યા. કેટલાક મહિના ત્યાં રોકાઈ, વહાણમાં બેસી તેઓ બંને શ્રીલંકા પહોંચ્યા. ત્યાં તેમણે સારો વેપાર કર્યો અને બહુ ધન કમાયા. દરમિયાન ભરતપુરથી તા૨ દ્વારા સંદેશો આવ્યો કે ‘પિતાશ્રીની તબિયત સારી રહેતી નથી. માટે ભરતપુર જલદી પાછા ફરો.’
બંને ભાઈઓ ઘણા દિવસનો સતત પ્રવાસ કરી ઘરે પાછા ફર્યા. પિતાજી ૠષભદાસ અને માતાજી કેસરબાઈ બંનેની તબિયત વૃદ્ધાવસ્થાને લીધે કથળી ગઈ હતી. બંને ભાઈઓએ માતાપિતાની બહુ સારી સેવાચાકરી કરી, પરંતુ ઉંમર થવાને કારણે એમની તબિયતમાં ખાસ સુધારો થયો નહિ.
ભરતપુરમાં આવીને બંને ભાઈઓએ વળી પોતાના વેપારને વિકસાવ્યો. દરમિયાન રત્નરાજને પરણાવવાની વાતો ઘરમાં ચાલી. પરંતુ રત્નરાજે એ વાતને ટ્રાળ્યા કરી. થોડા વખત પછી માતાપિતાની તબિયત વધુ ગંભીર બની
fa
Jain Education International
For Private & Personal Use Only
૨૦૯
www.jainelibrary.org