________________
પ્રભાવક સ્થવિરો
ૠષભદાસને ત્યારે ત્રણ સંતાનો હતાં. એક પુત્ર હતો-માણેક અને બે પુત્રીઓ હતી-ગંગા અને પ્રેમા. ત્યાર પછી કેસરબાઈએ વિ. સં. ૧૮૮૩ના પોષ સુદ સાતમ (તા. ૩જી ડિસેમ્બર ૧૮૨૭)ના રોજ પુત્રને જન્મ આપ્યો. એના જન્મથી કુટુંબમાં આનંદ છવાઈ ગયો. કેસરબાઈએ સ્વપ્નમાં જોયેલા રત્નના સંકેત અનુસાર ઋષભદાસે પુત્રનું નામ રત્નરાજ રાખ્યું.
રત્નરાજમાં બાલ્યાવસ્થાથી જ ધર્મ પ્રત્યે રુચિ જણાતી હતી. જિનમંદિરે જવું, જિનપ્રતિમાને પગે લાગવું, સાધુ ભગવંતને વંદન કરવાં, નવકારમંત્ર બોલવો વગેરે બાલવયમાં એના જીવનમાં વણાઈ ગયાં હતાં.
૨૦૮
ઋષભદાસનો ઝવેરાતનો વ્યવસાય ઘણો સારો ચાલતો હતો. એમનું કુટુંબ સર્વ રીતે સુખી હતું. બાળક રત્નરાજ પાંચેક વર્ષનો થતાં એને માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અભ્યાસમાં રત્નરાજ હોંશિયાર હતો. ક્રમે ક્રમે મોટા થતા રત્નરાજને ચૌદેક વર્ષ થવા આવ્યાં. ત્યારે ઋષભદાસે પોતાના પુત્ર માણેકને કહ્યું, ‘હવે રત્નરાજ મોટો થયો છે. એને દુકાને બેસાડવો જોઈએ. વેપારધંધે લગાડવો જોઈએ.' આ દરખાસ્ત સાથે ઘરનાં બધાં સંમત હતાં.
એ વખતે ભરતપુરથી કેસરિયાજીનો યાત્રાસંઘ નીકળતો હતો. એ દિવસોમાં એકલદોકલ માણસ યાત્રા કરવા નીકળી શકતો નહિ, કારણ કે બળદગાડી કે ઘોડા-ઊંટ ઉપર પ્રવાસ કરવો પડતો. રસ્તાઓ સારા નહોતા. જંગલમાં લૂંટારુઓ તથા હિંસક પ્રાણીઓનો ભય રહેતો. યાત્રાના સંઘો પણ જલદી જલદી નીકળતા નહિ. યાત્રા કરવી એ ઘરડા માણસોનું કામ નહિ. વેપારધંધામાં જોડાય તે પહેલાં રત્નરાજને કેસરિયાજીની યાત્રા કરવાની આ સારી તક મળતી હતી. માતાપિતાએ એ માટે સંમતિ આપી. સાથે માણેક પણ જોડાય એમ નક્કી થયું. એટલે બંને ભાઈઓ કેસરિયાજીના યાત્રાના સંઘમાં જોડાઈ ગયા.
ભરતપુરથી કેસરિયાજીની યાત્રા માટે ઉદયપુર થઈને જવાનું હતું. રસ્તો વિકટ હતો. તે દિવસોમાં યાત્રામાં વિવિધ પ્રકારના અનુભવો થતા. કિશોર રત્નરાજના બે પ્રસંગો નોંધાયેલા છે.
એક વખત યાત્રા દરમિયાન એક યાત્રી સૌભાગ્યમલજીની પુત્રી રમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org