________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૧૧
લઈ લેવાનું એમને મન થયું, પરંતુ ગુરુદેવ આચાર્ય શ્રી પ્રમોદસૂરિ તો ઉદયપુરમાં બિરાજમાન હતા. એટલે દીક્ષા કયા સ્થળે લેવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. કુટુંબીજનોની ભાવના એવી હતી કે પોતાના નગર ભરતપુરમાં જ દીક્ષા મહોત્સવ થવો જોઈએ, પરંતુ એ માટે શ્રી પ્રમોદસૂરિને ઉદયપૂરથી વિહાર કરી ભરતપુર પધારવું પડે પરંતુ તરત ભરતપુર આવવાની શ્રી પ્રમોદસૂરિને અનુકૂળતા નહોતી. વળી તેમના મતે ભરતપુર કરતાં ઉદયપુરમાં દીક્ષા મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એમ હતો. કિશોર રત્નરાજની ઈચ્છા ઉદયપુર જઈને વહેલી તકે દીક્ષિત થવાની હતી. છેવટે માણેક અને કુટુંબના સભ્યોએ ઉદયપુરમાં દીક્ષા લેવા માટે રત્નરાજને સંમતિ આપી.
દીક્ષા માટે સં. ૧૯૦૪ના વૈશાખ સુદ પાંચમનો દિવસ નક્કી થયો. સમગ્ર કુટુંબ ઉદયપુર પહોંચ્યું. ત્યાં વરસીદાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. ત્યાર પછી સંઘ સમક્ષ રનરાજને દીક્ષા આપવામાં આવી. શ્રી પ્રમોદસૂરિના શિષ્ય મુનિ હેમવિજયજીએ દીક્ષાની વિધિ કરાવી. રત્નરાજનું નામ “મુનિ રત્નવિજય' રાખવામાં આવ્યું. પોતાના લાડીલા સ્વજનને દીક્ષિત વેશમાં જોઈ પરિજનો ગદ્ગદ થઈ ગયાં. આ મહોત્સવમાં મોટા ભાઈ માણેકે સારી રકમ ખર્ચા. દીક્ષા મહોત્સવ પછી કુટુંબીજનો ભરતપુર પાછા ફર્યા. આમ યુવાન રત્નરાજ યતિશ્રી રત્નવિજયજી બન્યા.
દીક્ષા પછી નવયુવાન યતિ શ્રી રત્નવિજયજીએ સં. ૧૯૦૪માં ગુરુ મહારાજ સાથે પ્રથમ ચાતુર્માસ આકોલામાં કર્યું. સ ૧૯૦પનું બીજું ચાતુર્માસ પણ એમણે પોતાના ગુરુમહારાજ સાથે કર્યું. આ બેત્રણ વર્ષમાં એમણે પોતાના ગુરુમહારાજ પાસે કેટલાક શાસ્ત્રગ્રંથોનું ઠીક ઠીક અધ્યયન કરી લીધું.
દીક્ષા પછી ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિને લાગ્યું કે પોતે ધાર્યું હતું તેના કરતાં પણ મુનિ રત્નવિજય વધુ કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર સ્મરણશક્તિ તથા ગ્રહણશક્તિ ધરાવનાર મુનિ છે. એમને જો યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ ઘણો વિકાસ સાધી શકે એમ છે. એટલે એમના વિદ્યાભ્યાસ માટે તથા શાસ્ત્રોના અધ્યયન માટે સુયોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એ દિવસોમાં ખરતરગચ્છના મુનિ શ્રી સાગરચંદ્રજીનું નામ તટસ્થ જ્ઞાની મહાત્મા તરીકે ઘણી ખ્યાતિ પામ્યું હતું. તેઓ જુદા ગચ્છના હતા છતાં શ્રી પ્રમોદસૂરિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org