________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૧૩
વૃદ્ધાવસ્થાને કારણે હવે પોતાના યતિઓને અધ્યયન માટે બરાબર સમય આપી શકતા નહોતા. ગચ્છની વ્યવસ્થામાં પણ હવે તેઓ બરાબર દેખરેખ રાખી શકતા નહોતા.
તે વખતે તપગચ્છના યતિઓને સરસ અધ્યયન કરાવી શકે એવી વ્યક્તિ તરીકે તેમની નજર શ્રી રત્નવિજયજી ઉપર પડી. તેમણે પત્ર લખીને શ્રી રત્નવિજયજીને પોતાની પાસે બોલાવ્યા અને અભ્યાસ કરાવવા માટે દરખાસ્ત કરી.
શ્રી રત્નવિજયજીએ પોતાના ગુરુમહારાજની સંમતિ લઈ એ જવાબદારી સ્વીકારી. તેઓ શ્રી દેવેન્દ્રસૂરિ સાથે જોડાઈ ગયા અને યતિ શ્રી ધીરવિજયજીને તથા બીજા એકાવન યતિઓને બરાબર અધ્યયન કરાવવા લાગ્યા. તદુપરાંત ગચ્છની વ્યવસ્થામાં પણ તેઓ માર્ગદર્શન આપવા લાગ્યા.
કેટલાક વખત પછી રાધનપુરમાં શ્રીપૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિ કાળધર્મ પામ્યા. આથી ગચ્છની ગાદી ઉપર નવયુવાન યતિ શ્રી ધીરવિજયજીને ઉત્સવપૂર્વક બેસાડવામાં આવ્યા. હવે તેઓ યતિમાંથી ગાદીપતિ શ્રીપૂજ્ય બન્યા. તેમનું નામ પણ હવે શ્રી ધરણેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. તેઓશ્રી રત્નવિજયજી કરતાં ઉંમરમાં ઘણા નાના હતા અને તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તેઓ શ્રી રત્નવિજયજીનાં જ્ઞાન, ચારિત્ર અને વ્યવસ્થાશક્તિથી પ્રભાવિત થયેલા હતા. શ્રી રત્નવિજયજીએ આ રીતે સં. ૧૯૧૪થી સં. ૧૯૧૯ સુધી એમ સતત છ વર્ષ સુધી શ્રી પૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ તથા એમના સમુદાયના બધા યતિઓને શાસ્ત્રાભ્યાસ કરાવવાની અને ગચ્છ-વ્યવસ્થાની જવાબદારી સારી રીતે ઉપાડી લીધી હતી. તેઓ તેમની સાથે ચિત્રકૂટ, બિકાનેર, સાદડી, ભીલવાડા વગેરે સ્થળે વિહારચાતુર્માસ કરતા રહ્યા હતા. આ બધા માટે શ્રી ધરણેન્દ્રસૂરિ શ્રી રત્નવિજયજીના બહુ ઋણી હતા. આથી તેમણે શ્રી રત્નવિજયજીને સં. ૧૯૨૧માં તપગચ્છના દફતરીનું પદ આપ્યું. સાધુઓમાં દફતરીનું પદ નથી હોતું. પણ યતિઓએ પોતાની વ્યવસ્થા માટે આવું પદ ઊભું કર્યું હતું, કારણ કે યતિઓ પોતાની પાસે પૈસા, રત્નો તથા અન્ય પરિગ્રહ પણ રાખતા. એ બધાંની વ્યવસ્થા માટે એક જવાબદાર વ્યક્તિની જરૂર રહેતી. શ્રી રત્નવિજયજીએ દફ્તરી તરીકે સં. ૧૯૨૧નું ચાતુર્માસ શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે અજમેરમાં કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org