________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૧૭
પધાર્યા. તેઓ ઉપાશ્રયમાંથી નીકળીને ભગવાનનાં દર્શન કરવા આવ્યા ત્યારે ઠેઠ મંદિરના દરવાજા સુધી પાલખીમાં બેસી, છત્ર, ચામર, દંડ વગેરે સાથે વાજતેગાજતે આવ્યા. આ દશ્ય રત્નવિજયજીને મનમાં ખૂંચ્યું, પરંતુ તેઓ કશું બોલ્યા નહિ. શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે તેમણે પણ રાણકપુરના આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. ત્યાર પછી શ્રી રત્નવિજયજી મંદિરની બહાર આવી, અરવલ્લીની ડુંગરમાળમાંની એક ટેકરી ઉપર જઇને ત્યાં ધ્યાનમાં બેઠા. શિથિલાચાર દૂર કરવા પોતે કંઈક સંકલ્પ કરવો જોઈએ એમ એમને દઢપણે લાગ્યું.
બીજે દિવસે વહેલી સવારે પણ તેઓ ફરીથી ટેકરી ઉપર જઈ ધ્યાનમગ્ન બન્યા. એ દિવસ ચૈત્ર સુદ તેરસનો હતો. ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો એ દિવસ. ભગવાનના ત્યાગસંયમથી પરિપૂર્ણ જીવનનો વિચાર કરતાં અને પોતે દશવૈકાલિક વગેરે સૂત્રોમાં ભગવાનની વાણીનું જે પ્રમાણે અધ્યયન કર્યું હતું તે જોતાં તેમણે પોતાને માટે ત્યાગમય જીવન સ્વીકારવાનો સંકલ્પ કર્યો. યતિ દક્તરી તરીકે શ્રી રત્નવિજયજીને પોતાને પણ છત્ર, ચામર વગેરે મળ્યાં હતાં તે યોગ્ય કાળે એ બધું છોડી દેવાનો તેમમે નિર્ધાર કર્યો. અલબત્ત, એ જમાનામાં એમ કરવું એ યતિ માટે ઘણી મોટી નૈતિક હિંમતનું કામ હતું.
સૂર્યોદય થતાં તેઓ ઉપાશ્રયમાં આવ્યા, અને ત્યાંથી મંદિરમાં ગયા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાન સમક્ષ ચૈતન્યવંદનાદિની વિધિ કરવા ઉપરાંત ભક્તામર સ્તોત્રનો પાઠ કર્યો અને પછી એમણે અભિગ્રહ ધારણ કર્યો કે પાંચ વર્ષમાં આ યતિજીવન અને એની શિથિલતાનો ત્યાગ કરી શુદ્ધ સાધ્વાચારનું પોતે પાલન કરવું. વળી એ ક્રિયોદ્ધાર માટે એમણે અઠ્ઠમ તપનું પચ્ચકખાણ પણ લીધું.
શ્રી રત્નવિજયજીના જીવનપરિવર્તનની શુભ શરૂઆત આ રાણકપુરની યાત્રાથી અને ક્રિયોદ્ધાર માટેના અભિગ્રહથી થઈ. અલબત્ત, આ બાબત આજે આપણને જેટલી સરળ લાગે તેટલી ત્યારે નહોતી. એક બાજુ મોટા મોટા રાજવીઓ અને બીજી બાજુ અનુયાયી શ્રાવકો એ બંને ઉપર ઘણું વર્ચસ્વ ધરાવનાર, મંત્રતંત્રના આરાધક યતિઓની વિરુદ્ધ રાજાશાહીના એ દિવસોમાં કોઈ પગલું ભરવું એ ઘણું મોટું દુસ્સાહસ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org