________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૨ ૩
શોભા નથી. બલકે ઉત્તરોત્તર અધ:પતન વધતું જશે.
વળી મહારાજશ્રીએ તેઓને કહ્યું, “યતિઓમાં રાગદ્વેષ, પ્રપંચ, માયાચાર, દેવદેવીઓના ચમત્કારથી તથા મંત્રતંત્રથી શ્રાવકોને ડરાવવાનું વગેરે વધતાં જાય છે. એટલા માટે જ મેં ક્રિયોદ્ધાર રાણકપુરમાં કરવાનો સંકલ્પ કર્યો છે. જો શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિ આ વિવાદનો અંત લાવવા ઈચ્છતા હોય તો મેં શાસ્ત્રોક્ત સમાચારી અનુસાર નવ નિયમ વિચાર્યા છે, તેનો તેઓએ સ્વીકાર કરવો જોઈએ. આ નવ નિયમો મેં લખીને શ્રીપૂજ્યને રવાના કર્યા છે. તમે પણ એ વાંચી જાવ અને એની નકલ ફરીથી સાથે લેતા જાઓ.'
મહારાજશ્રીએ યતિજીવનની સુધારણા માટે જે નવ નિયમો તૈયાર કર્યા હતા તે નીચે પ્રમાણે હતાઃ
- (૧) સવારે અને સાંજે સંઘની સાથે જ પ્રતિક્રમણ કરવું. રોજ નિયમિત વ્યાખ્યાન આપવું. જિનમંદિર દર્શન કરવા જતી વખતે કે અન્ય વખતે પાલખીનો ઉપયોગ ન કરવો. સોનાચાંદીનાં કોઈ ઘરેણાં ધાર્મિક અનુષ્ઠાનને નિમિત્તે પણ પહેરવાં નહિ કે પાસે રાખવાં નહિ. બંને સમય સ્થાપનાજીનું પડિલેહન કરવું.
(૨) ગૃહસ્થો પાસે ધનનો અપવ્યય ન કરાવવો. ઘોડાગાડી વગેરે વાહનનો ઉપયોગ ન કરવો.
(૩) છરી, તલવાર વગેરે હિંસક શસ્ત્ર પાસે ન રાખવાં. આભૂષણોને સ્પર્શ સુધ્ધાં ન કરવો.
(૪) સ્ત્રીઓ સાથે એકાંત–સેવન ન કરવું. સ્વાધ્યાય નિમિત્તે પણ સાધ્વીજી કે શ્રાવિકા સાથે એકાંતમાં ન બેસવું. સ્ત્રીઓ સાથે હસીને મજાક-મશ્કરી ન કરવી કે ટોળટપ્પા ન મારવા.
(૫) બટાટા, કાંદા, લસણ વગેરે અભક્ષ્ય ન ખાવાં. રાત્રિભોજન ન કરવું. ભાંગ, ગાંજો વગેરે માદક પદાર્થોનું સેવન ન કરવું. જે યતિઓએ આ પ્રમાણે કરવાનું ચાલુ કર્યું હોય અને બંધ ન કરે તેમને સમુદાય બહાર મૂકવા.
(૬) દંતમંજન વગેરે કરવાં નહિ. કૂવા, તળાવ વગેરેનું પાણી વાપરવું નહિ. વનસ્પતિ વગેરે કપાવવી નહિ.
(૭) સંઘ તરફથી થતી નોકરો વગેરેની વ્યવસ્થા જરૂર પૂરતી મર્યાદિત
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org