________________
૨૦૪
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીએ પણ ધન્યતા અનુભવી મણાદરમાં મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો. એ ઉત્સવમાં જેન–જેનેતર એવા તમામ લોકોને જમણવાર માટે ખુલ્લું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
મણાદરથી મહારાજશ્રી ઉમેદપુર પધાર્યા. ત્યાં અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજીની એમના હસ્તે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સં. ૧૯૯૧માં જ્યારે મહારાજશ્રીના હસ્તે આ પ્રતિમાજીની અંજનશલાકા બામણવાડામાં કરવામાં આવી હતી ત્યારે શ્યામ આરસનાં પ્રતિમાજી ઉપર થોડા સફેદ ડાઘ દેખાયા હતા. ત્યારે મહારાજશ્રીએ ભાખ્યું હતું કે પ્રતિષ્ઠા વખતે આ ડાઘ આપોઆપ નીકળી ગયા હશે. બરાબર એ જ પ્રમાણે પ્રતિષ્ઠા વખતે બન્યું હતું.
ઉમેદપુરથી મહારાજશ્રીએ પાદરલી, તખતગઢ, વાંકલી, ખીવાણદી, પોમાવા, શિવગંજ, બડ, કળાપરા, સુમેરપુર, નીલકંઠ, ચુલી, અઠવારા, પોપાળિયા, ભવ, પાલડી, બાગણ, શિરોહી, ગોહિલી, પાડીવ, ખાંભલ વગેરે ગામોનો વિહાર કર્યો હતો. દરેક સ્થળે મોટો ઉત્સવ થતો. સંઘમાં કુસંપ હોય તો તે મટી જતો. દારૂ, જુગાર વગેરે વ્યસનો છોડવા તથા કન્યાવિક્રય બંધ કરવા માટે અનેક લોકોએ મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હતી.
મારવાડનાં જુદાં જુદાં ગામોમાં વિહાર કરી મહારાજશ્રી સં. ૧૯૯૬માં અણાદરા ગામે પધાર્યા હતા. વસંતપંચમીનો દિવસ આવી રહ્યો હતો, મહારાજશ્રીને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. ભક્તોએ અણાદરામાં મહારાજશ્રીનો સુવર્ણ મહોત્સવ ઊજવવાનું ઠરાવ્યું. સમગ્ર ભારતમાંથી એમના ભક્તો આવી પહોંચ્યા હતા. અાદરામાં પૂજા-ભક્તિનો ભવ્ય મહોત્સવ ઊજવાયો. મહારાજશ્રીના એક અગ્રગણ્ય ભક્ત કવિ કિંકરદાસે મહારાજશ્રી વિશે વિવિધ સ્વરચિત પદો આ પ્રસંગે બુલંદ કંઠે લલકાર્યા હતાં.
ઉગ્ર તપશ્ચર્યાને કારણે મહારાજશ્રીનું શરીર પ્રમાણમાં વહેલું કથળ્યું હતું. સં. ૧૯૯૯માં તેઓ આબુ ઉપર બિરાજમાન હતા. તેમની તબિયત સારી રહેતી નહોતી. તેમની વય તો ૫૩ વર્ષની હતી, પરંતુ તેમને લાગ્યું હતું કે હવે પોતાનું આયુષ્ય પૂરું થશે. સામાન્ય રીતે એમની પાસે એમના ભક્તોની અવરજવર ઘણી રહેતી, પરંતુ તેમણે પોતાના બધા ભક્તોને જણાવી દીધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org