________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૧૯૭
સમાધાન માટે પોતે જાતે મહારાજશ્રી પાસે જવાનો તેમણે નિર્ણય કર્યો. ઉપવાસનું પારણું કરાવવા માટે પોતે ખીર બનાવીને સાથે લઈ ગયા. તે વખતે મહારાજશ્રીના ચરણમાં નમસ્કાર કરીને પારણું કરાવવાની પોતાની ભાવના દર્શાવી.
મહારાજશ્રીએ કહ્યું, “હું જૈનોનો પક્ષપાતી નથી, તેમ વૈષ્ણવો પ્રત્યે મને દ્વેષ કે વિરોધ નથી. જીવ માત્રના કલ્યાણ માટે અમારી ભાવના હોય છે. જગતમાં સર્વત્ર શાંતિ સ્થપાય એ અમારું ધ્યેય હોય છે. કેસરિયાજી બાબા તરીકે ઓળખાતા આદીશ્વર ભગવાનની ભક્તિ કરવાનો સૌ કોઈને હક છે. પરંતુ આ જૈન તીર્થ વૈષ્ણવોની માલિકીનું ગણાય એમાં અમને ન્યાય દેખાતો નથી.” મહારાજશ્રીનાં પ્રેરક વચનો સાંભળીને અને મહારાજશ્રીના પવિત્ર ચમત્કારિક જીવનથી પ્રભાવિત થઈને મહારાણાએ ત્યાં જ મહારાજશ્રી અને લોકોની ઉપસ્થિતિમાં જાહેરાત કરી દીધી કે, “હવેથી કેસરિયાજી તીર્થ જૈનોનું છે. તેમાં બીજા કોઈનો કંઈ પણ હક રહેશે નહિ.”
આ જાહેરાત કરીને મહારાણાશ્રીએ યોગીરાજ શ્રી શાંતિસૂરિને ખીરનું પારણું કરાવ્યું. દેવાલી ગામમાં આનંદ છવાઈ ગયો. જૈન ધર્મનો જયજયકાર થયો. આ પ્રસંગે નેપાળના મહારાણા પણ મહારાજશ્રીનાં દર્શન માટે તથા આ સમસ્યાનું સમાધાન કરાવવા માટે પધાર્યા હતા. ઘણા વખતથી તેઓ મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા. મહારાજશ્રીને તેઓ પોતાના ગુરુ તરીકે માનતા. ઉદયપુરના મહારાણાને સમજાવવામાં નેપાળના મહારાણાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ પ્રસંગે તેમણે મહારાજશ્રીને નેપાળ રાજ્યના ધર્મગુરુ તરીકે જાહેર કર્યા હતા.
ઉદયપુરમાં થોડો સમય સ્થિરતા કરીને તથા જેન–જેનેતર એવા ઘણા લોકોને અહિંસા અને વિશ્વપ્રેમનો ઉપદેશ આપીને મહારાજશ્રી પોતાનું કાર્ય સફળ કરી કેસરિયાજી તીર્થની યાત્રા કરીને બ્રાહ્મણવાડા તીર્થમાં પાછા પધાર્યા હતા.
મહારાજશ્રી વિજય શાંતિસૂરિના લબ્ધિસિદ્ધિના અનુભવો અનેક લોકોને થયા હતા. એમના આશીર્વાદથી કેટલાયે લોકોની અસાધ્ય બીમારી મટી ગઈ હતી. કેટલાયે ભક્તોને તેઓ સ્વપ્નમાં દર્શન આપતા અને અમુક કાર્ય કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org