________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૯૫
વિ. સં. ૧૯૯૦માં આ જાતની કનડગત ઘણી બધી ગઈ. દેરાસર ઉપરનો જૈન ધ્વજાદંડ ઉતારી નાખવામાં આવ્યો અને તેની જગ્યાએ હિન્દુ ધ્વજાદંડ ફરકાવવામાં આવ્યો. એથી જૈનોની લાગણી બહુ દુભાઈ. ઘણા લોકોએ એ વિશે મહારાજશ્રી પાસે આવીને ફરિયાદ કરી. મહારાજશ્રી પોતે તો શાંતિના ચાહક હતા; વિશ્વકલ્યાણની ભાવનાવાળા હતા. સંઘર્ષ તો તેમને રુચે નહિ. આથી તેમણે હૃદયપરિવર્તનનો માર્ગ અપનાવવા પોતાની જાતને જ શિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે બ્રાહ્મણવાડામાં વિશાળ સભામાં જેનો ઉપરાંત હિન્દુઓની પણ હાજરી વચ્ચે નીચે પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરીઃ
“શ્રી કેસરિયાજી તીર્થ માટે જૈનો અને પંડાઓ વચ્ચે સળગેલ કલેશાગ્નિનો શ્રી મેવાડ સ્ટેટ તરફથી જો શાંતિભાવે નિકાલ નહિ આવે તો સં. ૧૯૯૦ના ફાગણ સુદ તેરસના રોજ મેવાડની હદમાં હું પ્રવેશ કરીશ અને ત્યાં આમરણાન્ત ઉપવાસ ઉપર ઊતરીશ.”
મહારાજશ્રીની પ્રતિજ્ઞાના સમાચાર વર્તમાનપત્રોમાં તરત છપાયા. એથી ઊહાપોહ ઘણો વધી ગયો. મહારાજશ્રીના ભક્ત એવા કેટલાય રાજવીઓ તરફથી મેવાડના મહારાણા ઉપર તાર દ્વારા ભારે દબાણ આવ્યું કે, મહારાજશ્રી ઉપવાસ ઉપર ઊતરે તે પહેલાં શાંતિ સ્થપાય તેવું કરવું.
આ ઘટનાથી મેવાડના મહારાણા ચિંતામાં પડી ગયા. મહારાજશ્રી મેવાડમાં પ્રવેશ કરીને ઉપવાસ કરવાના હતા, પરંતુ જો તેમને મેવાડની સરહદમાં જ પ્રવેશ ન કરવા દેવામાં આવે તો પછી ઉપવાસનો પ્રશ્ન ઊભો નહિ થાય. મહારાજશ્રી બ્રાહ્મણવાડાથી ઉદેપુરની સરહદમાં દાખલ થાય એવો સંભવ હતો. એટલે મહારાણાની સૂચનાથી રાજ્યના દીવાન સુખદેવપ્રસાદે તે દિશામાં સરહદ ઉપર પોલીસના ભારે ચોકીપહેરાનો બંદોબસ્ત કર્યો હતો.
પોતાની પ્રતિજ્ઞાની જાહેરાત અનુસાર સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૧૦ના રોજ મહારાજશ્રીએ બ્રાહ્મણવાડાથી વિહાર કર્યો. તેઓ સરસ્વતી મંદિરમાં રાત રોકાયા. ત્યારપછી વિહાર કરતા કરતા તેઓ ફાગણ સુદ ૧૩ના રોજ મેવાડ રાજ્યની હદની અંદર દાખલ થઈને ઉદેપુરની પાસે મદાર નામના ગામમાં બપોરે પહોંચ્યા. મહારાજશ્રી મેવાડમાં દાખલ થઈ ગયા છે એ સમાચારે ભારે સનસનાટી ફેલાવી, કારણ કે ચારે બાજુ પોલીસનો સખત જાપ્તો હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org