________________
૧૮૮
પ્રભાવક સ્થવિરો
રીતે વેચી દીધાં, પરંતુ ઉત્સવમાં ક્યાંય પણ કરકસર થવા ન દીધી. આખો અવસર બહુ જ સારી રીતે પાર પડ્યો. ચારે બાજુ જયજયકાર થઈ ગયો. સૌના મુખમાંથી મહારાજશ્રી માટે અને રતનચંદ શેઠ માટે પ્રશંસાના ઉગારો સરતા હતા.
રતનચંદ શેઠને મહારાજશ્રીમાં એટલી બધી શ્રદ્ધા હતી કે આવો અવસર પોતાના કુટુંબને સાંપડ્યો એ માટે તેઓ ધન્યતા અને કૃતાર્થતા અનુભવતા હતા. ઘરનાં ઘરેણાં વેચવા પડ્યાં હતાં, પરંતુ તે માટે મનમાં જરા સરખો પણ રંજ નહોતો. તેમને અખૂટ શ્રદ્ધા હતી કે મહારાજશ્રીની કૃપાથી બધું જ સારું થઈ જશે. મહારાજશ્રીએ આ વાત જાણી ત્યારે તેમણે રતનચંદ શેઠને આશીર્વાદ આપતાં કહ્યું કે, “ફિકર કરશો નહિ. બધું સારું થઈ જશે.”
બીજે વર્ષે એવું બન્યું કે ચોખાના વેપારમાં રતનચંદ શેઠને એટલી અઢળક કમાણી થઈ કે પોતે વેચેલાં ઘરેણાં તો પાછાં આવ્યાં ઉપરાંત ઘણું વધુ ધન કમાયા અને ધર્મકાર્યમાં વધુ ધન ખર્ચવા લાગ્યા. વચનસિદ્ધ મહારાજશ્રીમાં તેમની શ્રદ્ધા વધુ દઢ થઈ ગઈ.
સં. ૧૯૮૮-૮૯માં મહારાજશ્રી જ્યારે આબુ-અચલગઢમાં બિરાજમાન હતા ત્યારે જૈન સમાજના પોરવાડ જ્ઞાતિના કેટલાક આગેવાનો મહારાજશ્રી પાસે આવ્યા.તેઓએ વિનંતી કરતાં કહ્યું, “ગુરુમહારાજ !' બ્રાહ્મણવાડાજી તીર્થમાં સં. ૧૯૮૯માં ચૈત્ર વદ ૧-૨-૩ એમ ત્રણ દિવસ માટે અખિલ ભારત પોરવાડ સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. તે માટે આપ ત્યાં જરૂર પધારો. આ પ્રસંગે પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ પણ પધારવાના
છે.”
મહારાજશ્રીએ એ માટે તરત સંમતિ આપી. સંમેલન માટે તેઓ બ્રાહ્મણવાડા પહોંચી ગયા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારતમાંથી વીસ હજારથી વધુ માણસો આવ્યા હતા. મહારાજશ્રીને આ પ્રસંગે શ્રી વિજયવલ્લભસૂરિ સાથે રહેવાનો અવસર પણ સાંપડ્યો. આ સંમેલનમાં ભિન્ન ભિન્ન સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક વિષય ઉપર પ્રવચનો થયાં. લોકો ઉપર તેની ઘણી સારી અસર થઈ. આ પ્રસંગે રાજસ્થાનમાં ધર્મપ્રચારનું સંગીન કાર્ય કરનાર ખ્યાતનામ પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org