________________
૧૯૦
પ્રભાવક સ્થવિરો
શ્રી શાંતિસૂરિ મહારાજને વિશેષતઃ આબુ પર્વત ઉપર વિચારવાનું વધારે અનુકૂળ રહેતું હતું. તેઓ એકાન્તમાં સાધના કરવાની અભિરુચિ ધરાવતા, એટલે શિષ્યો વધારવાનું તેમને ગમતું નહિ. આબુ પર્વત ઉપર દેલવાડાથી અચલગઢ વચ્ચે ત્યારે ગીચ જંગલ જેવું હતું. ત્યાં વાઘની વસ્તી પણ હતી. મહારાજશ્રી દેલવાડાના ઉપાશ્રયેથી જંગલમાં ચાલ્યા જતા અને ધ્યાન ધરતા. ક્યારેક ગુફામાં તેમની પાસે વાઘ આવીને શાંતિથી બેસતો. એક વખત કેટલાક ભાઈઓને જિજ્ઞાસા થઈ એટલે રાતને વખતે ટોર્ચ લઈ, મહારાજશ્રી જે જુદી જુદી જગ્યાએ ધ્યાન ધરતા તેવી એક અંધારી ગુફામાં જઈ પહોંચ્યા. મહારાજશ્રી ધ્યાનમગ્ન હતા. ટોર્ચનો પ્રકાશ પડતાં જાગ્રત થયા. ભક્તોને પોતાની પાસે આવેલા જોઈને તેમણે કહ્યું, “તમે બધા તરત પાછા ચાલ્યા જાવ. અંધારામાં આવી રીતે સાહસ કરીને આવવું એ તમારું કામ નથી. અહીં વાઘ-વરુ જેવાં હિંસક પ્રાણીઓ વસે છે. એ રાતને વખતે તમારા ઉપર હુમલો કર્યા વગર નહિ રહે.” મહારાજશ્રીની ચેતવણીથી તેઓ તરત પાછા ફર્યા.
માઉન્ટ આબુ હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ છે. ભારતને સ્વતંત્રતા મળી એ પૂર્વે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેમાં આવેલાં દેશી રાજ્યોના કેટલાય બંગલા માઉન્ટ આબુ ઉપર હતા. ઉનાળાના દિવસોમાં અને અન્ય વખતે પણ દેશી રાજાઓ પોતાના રસાલા સાથે આબુ પર્વત ઉપર હવા ખાવા જતા. અંગ્રેજ ગોરા અમલદારો અને મોટી મોટી શ્રીમંત વ્યક્તિઓ પણ આબુ પર્વત પર હવાફેર માટે જતી. આબુ ત્યારે મુખ્યત્વે સુખી–શ્રીમંત લોકોનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું હતું. પૂ. શ્રી શાંતિવિજયજી મહારાજે આબુ ઉપર વારંવાર ચાતુર્માસ કર્યા હતાં. આબુની ગુફાઓ અને ઝાડીઓ એમની સાધના માટે અનુકૂળ હતી. એમની દિવ્ય લબ્ધિ અને પ્રશાંત, પ્રેરક મુખમુદ્રાને કારણે એમનાં દર્શન-વંદનને માટે રાજવીઓ, બ્રિટિશ ગોરા અમલદારો, પારસી, વહોરા, ખોજા વગેરે નામાંકિત શ્રીમંત માણસો આવતા. કેટલાકને પોતાના દુઃખના પ્રસંગે મહારાજશ્રીના આશીર્વાદથી ચમત્કારિક રીતે લાભ થયો હતો. એવી દરેક વ્યક્તિ પોતાના સ્વાનુભવના આધારે બીજાને વાત કરતી અને તેને મહારાજશ્રીની પાસે લઈ આવતી. આથી મહારાજશ્રીનો જૈન-જૈનેતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org