________________
૧૯૨
પ્રભાવક સ્થવિરો
મોટા જીવનો વધ અટકાવવાની બાબતમાં મહારાજશ્રીનું આ એક મોટું યોગદાન હતું. કેટલાંક રાજ્યોએ તો પાટનગર સહિત પોતાના સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ પશુબલિ ન ધરાવવામાં આવે એવું ફરમાન કાઢવા ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી દારૂ અને જુગાર ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. સામાજિક-સાંસ્કારિક ક્ષેત્રે હિંસાનિવારણ અને સંસ્કારસિંચનનું મહત્ત્વનું કાર્ય મહારાજશ્રી દ્વારા એ જમાનામાં થયું હતું.
મહારાજશ્રીએ શાળા-કૉલેજનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ યુરોપિયનોના સંપર્કના કારણે તેઓ તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ ગયા હતા. વળી મહારાજશ્રીની સ્મૃતિ એટલી બધી સારી હતી કે એક વખત બેપાંચ મિનિટ માટે મળેલી વ્યક્તિ વર્ષો પછી મળે તો મહારાજશ્રીને એનું નામ યાદ હોય.
મહારાજશ્રી પાસે કેટલાય યુરોપિયન લોકો આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માટે આવતા. એક યુરોપિયને તો એમની પાસે દીક્ષા લીધી હતી અને તેઓ એમની સાથે જ રહેતા હતા.
આબુમાં મહારાજશ્રી બિરાજમાન હોય ત્યારે દેશવિદેશના અનેક લોકો તેમનાં દર્શન કરવા આવતા. એક વખત એક યુરોપિયન વૃદ્ધ બાઈ પોતાની દીકરીને સાથે લઈને મહારાજશ્રીને વંદન કરવા આવી હતી, પરંતુ તે વખતે મહારાજશ્રીને સખત તાવ આવ્યો હતો. તેઓ ઓઢીને સૂતા હતા. પાસે બેઠેલા એક ભક્ત તે મહિલાને કહ્યું કે, “મહારાજશ્રી બીમાર છે એટલે આજે મળી શકશે નહિ.” એ જાણી એ મહિલા નિરાશ થઈ ગઈ. પોતાની દીકરી સાથે તે પાછી જવા લાગી. એ મહિલાનો અવાજ સાંભળીને મહારાજશ્રી જાગી ગયા. બેઠા થઈને તેમણે જોયું તો તે મહિલા દરવાજાની બહાર પાછી જઈ રહી હતી. નિરાશ થઈને કોઈ જાય એ મહારાજશ્રીને ગમતું નહિ. એમણે એ મહિલાને પાછી બોલાવવા તરત બૂમ પાડીને કહ્યું, Mother, please come in."
એ સાંભળીને તે મહિલા પાછી ફરી. મહારાજશ્રીનાં દર્શન કરવાની તક મળી એથી તેને એટલો બધો આનંદ થયો કે એકદમ તેની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. મહારાજશ્રીએ મા-દીકરીને પોતાની સાથે બેસાર્યા. અંગ્રેજીમાં બંને વચ્ચે વાતચીત ચાલી. મહારાજશ્રીએ કહ્યું, “તમારે કંઈ પૂછવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org