________________
૧૮૬
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીના આ અભય વચન પછી ગામમાં ચોર-લૂંટારુઓનો ઉપદ્રવ સદંતર બંધ થઈ ગયો. લોકો પણ ઉમંગથી પ્રભુભક્તિમાં લાગી ગયા.
વિ. સં. ૧૯૮૪માં મહારાજશ્રી અજારી તીર્થમાં બિરાજમાન હતા. તે વખતે એ વિસ્તારના ચામુડેરી નામના ગામના સંઘના આગેવાનો એમને વિનંતી કરવા આવ્યા. તેઓએ કહ્યું, “ગુરુમહારાજ ! અમે અમારા ગામમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વિચાર્યો છે. એ માટે પધારવા આપને વિનંતી કરવા આવ્યા છીએ.” મહારાજશ્રીએ તેઓને આ પ્રસંગ માટે બીજા કોઈ આચાર્ય ભગવંતને વિનંતી કરવા કહ્યું. પરંતુ આગેવાનોએ કહ્યું, ગુરુમહારાજ ! અમારી ભાવના આ પ્રસંગ આપની જ નિશ્રામાં ઊજવવાની છે. ખાસ તો અમારા ગામમાં જે ઉપદ્રવો થાય છે એની ચિંતાને કારણે આપના તરફ વધારે ભાવ જાગ્યો છે. છેલ્લા કેટલાય વખતથી અમારા ગામમાં ચોરીના, મારામારીના અને આગ લાગવાના બનાવો બનવા માંડ્યા છે અને દિવસે દિવસે વધતા ચાલ્યા છે. આ સંજોગોમાં પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિને પાર પડશે કે કેમ તેની અમને બહુ ચિંતા છે. વળી હમણાં હમણાં અમારા વિસ્તારમાં જેનોમાં આપસઆપસમાં ઝઘડા બહુ ચાલે છે. એટલે અમારા ઉત્સવમાં બધાનો સહકાર સાંપડશે કે કેમ તે વિશે મનમાં સંશય રહે છે. પરંતુ જો આપ પધારો તો આ બધા જ પ્રશ્નો ટળી જશે એવી અમને શ્રદ્ધા છે.”
વિચારણાના અંતે મહારાજશ્રીએ ચામુડેરી જવાનો નિર્ણય કર્યો. નક્કી કરેલા દિવસ મહારાજશ્રીની પધરામણી થયા પછી આગ, ચોરી, મારામારીનો કોઈ પ્રસંગ બન્યો નહિ. જુદાં જુદાં ગામોના સંઘો વચ્ચે પણ મહારાજશ્રીની પ્રેરણા અને દોરવણીથી સંપ થયો. પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક પાર ૫યો. સંઘને ઊપજ પણ ધાર્યા કરતાં ઘણી જ સારી રહી. આ મહોત્સવનો પ્રભાવ સમગ્ર ગામ ઉપર ઘણો સારો પડ્યો.
એક વખત શિવગંજથી વિહાર કરી મહારાજશ્રી બ્રાહ્મણવાડા તરફ જતા હતા. રસ્તામાં પોમાવા નામનું એક ગામ આવ્યું ત્યાં જિનમંદિરમાં જઈ, દર્શન કરી તેઓ આગળ ચાલ્યા. મહારાજશ્રી શાંત પ્રકૃતિના હતા. એટલે પોતાના આગમનની અગાઉથી જાણ કરતા નહિ. પોમાવા ગામમાંથી નીકળીને તેઓ આગળ વિહાર કરી ગયા. એવામાં ગામના લોકોને ખબર પડી. તરત જ સંઘના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org