________________
૧૮૪
પ્રભાવક સ્થવિરો
દાદા ગુરુ. એટલે તીર્થવિજયજી મહારાજ આ પવિત્ર ભૂમિમાં વારંવાર પધારતા. પોતે ત્યાં પહોંચ્યા પછી માંડોલી આવવા માટે શ્રી શાંતિવિજયજીને એમણે પત્ર મોકલ્યો. શ્રી શાંતિવિજયજીને પણ પોતાના ગુરુમહારાજને મળવાની ઇચ્છા થઈ હતી. પત્ર મળતાં જ તેમણે માંડોલી તરફ વિહાર ચાલુ કર્યો.
વિહાર કરતાં કરતાં શાંતિવિજયજી મહારાજ સેદાણી નામના ગામમાં આવી પહોંચ્યા. સેદાણીમાં જૈનોનાં ત્રીસેક જેટલાં ઘર હતા, પરંતુ જિનમંદિર નહોતું. ગામમાં મહારાજશ્રીની પધરામણી થતાં લોકો ઘણાં ઉત્સાહમાં આવી ગયા હતા. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં ઘણી સારી હાજરી રહેવા લાગી. આવા નાના ગામને સંતવાણી સાંભળવાનો અવસર વારંવાર સાંપડતો નથી. લોકોના ઉત્સાહને જોઈને મહારાજશ્રીએ ભલામણ કરી કે ગામમાં એક નાનું સરખું જિનમંદિર તો હોવું જ જોઇએ. સંઘે તે માટે તરત ઠરાવ કર્યો અને એનો ઝડપી અમલ કરવાનું નક્કી કર્યું. પાસેના એક ગામમાંથી પ્રતિમા લાવવાનું પણ ગોઠવાઈ ગયું. પ્રતિમાજીના પ્રવેશનો અને પ્રતિષ્ઠાનો દિવસ પણ નક્કી થઈ ગયો. મહારાજશ્રીએ આ ઉત્સાહ જોઈને એટલા વધુ દિવસ ત્યાં રોકાવાની અનુમતિ આપી.
ગામ નાનું હતું અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનો અવસર પણ નાનો હતો. એટલે બહાગામથી સોએક જેટલા માણસો આવશે એવું સંઘે ધાર્યું હતું. તે પ્રમાણે ભોજનાદિની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પ્રતિષ્ઠાને દિવસે ધાર્યા કરતાં ઘણા વધુ માણસો આવી પહોંચ્યા. આથી સંઘના માણસો મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ મહારાજશ્રી પાસે આવ્યા. મહારાજશ્રી તરત પોતાનાં પાતરાં લઈને ગોચરી વહોરવા માટે ભોજનશાળામાં આવી પહોંચ્યા. તેણે બધી રસોઈ ઉપર થોડી વાર દૃષ્ટિ કર્યા કરી. ત્યારપછી લાપશી અને બીજી વાનગીઓ પોતાના ખપપૂરતી વહોરીને તેમણે સંઘના આગેવાનોને કહ્યું, “અરે મુંઝાઓ છો શું ? આટલી રસોઈ તો સ્વામીવાત્સલ્ય પછી પણ વધી પડે તેમ છે. તેમાંથી તમે ગામના બીજા જૈનેતર લોકોને પણ જમાડજો.' રસોઈ ઉપર મહારાજશ્રીની અમીદ્રષ્ટિ પડ્યા પછી તેમના વચન અનુસાર રસોઈ ખૂટી નહિ અને ગામના બીજા લોકોને પણ તેમાંથી પ્રસાદ આપવામાં આવ્યો.
આ ઘટનાની વાત ચારે બાજુ એટલી બધી પ્રસરી ગઈ કે આસપાસનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org