________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૮૩
રહ્યા. ત્યાં ૩ૐકાર મંત્રનું સતત રટણ કર્યું. ત્રણ દિવસ પછી એ ઘરમાં પ્રવેશતાં જાણે કોઈ પ્રસન્ન વાતાવરણ હોય તેવું લોપાજીને લાગ્યું. બીજા લોકોએ પણ એ પ્રમાણે અનુભવ્યું. ત્યારપછી લોપાજીનું કુટુંબ એ ઘરમાં પાછું રહેવા ગયું. એ કુટુંબમાં દિવસે દિવસે સુખની વૃદ્ધિનો અનુભવ થવા લાગ્યો. ભયનું નામનિશાન ન રહ્યું. તેઓ શ્રી શાંતિવિજયજી મહારાજનો એ માટે વારંવાર ઉપકાર માનવા લાગ્યા.
મહારાજશ્રી રાજસ્થાનમાં વિહાર કરી રહ્યા હતા. તેમની ભાવના હવે અજારી ગામમાં જઈને ત્યાં પાસે આવેલા સરસ્વતી મંદિરમાં રહીને માતા સરસ્વતીદેવીની આરાધના કરવાની હતી. અજારી ગામ કુમારપાળ મહારાજાએ બંધાવેલ બાવન દેવકુલિકાવાળા જિનમંદિરને લીધે પ્રખ્યાત છે. એ ભૂમિ જ પ્રાચીન સમયથી પવિત્ર મનાતી આવી છે. ગામથી થોડેક દૂર માર્કન્ડ ઋષિનો આશ્રમ છે. તેની પાસે સરસ્વતીદેવીનું મંદિર છે. ડુંગરોની વચ્ચે જંગલમાં આવેલું આ પ્રાચીન મંદિર સરસ્વતી માતાના મૂળ સ્થાનક તરીકે સુપ્રસિદ્ધ રહ્યું છે. પૂર્વના સમયમાં કવિ કાલિદાસ, સિદ્ધસેન દિવાકર, અભયદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, બપ્પભટ્ટસૂરિ, રાજા ભોજ વગેરે સુપ્રસિદ્ધ સારસ્વતોએ આ સ્થળે સરસ્વતી માતાની ઉપાસના કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવ્યાનું ઈતિહાસ કહે છે. શાંતિવિજયજી મહારાજે પણ આ સ્થળે ઘણા દિવસ સુધી રહીને સરસ્વતીદેવીની આરાધના કરી. સરસ્વતીદેવીનો જાણે સાક્ષાત્કાર થયો હોય તેમ તેઓ કોઈ કોઈ વખત તેની સાથે વાતો કરતા હતા એવું નજરે જોનારા આસપાસના લોકો કહેતા. સરસ્વતી માતાએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું એવી દૃઢ માન્યતા લોકોની થઈ ગઈ હતી.
સરસ્વતીદેવીની આરાધના કરી મહારાજશ્રી અજારીથી નીકલી એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. ગુરુ મહારાજશ્રી તીર્થવિજયજીનો વિહાર પણ એક ગામથી બીજે ગામ જુદો ચાલતો હતો. શ્રી તીર્થવિજયજી મહારાજ માંડોલી પહોંચ્યા ત્યારે તેમને એવી ભાવના થઈ કે પોતાના શિષ્ય શ્રી શાંતિવિજયજી પણ માંડોલી પધારે તો સારું.
માંડોલી એ ધર્મવિજયજી મહારાજની સ્વર્ગવાસની ભૂમિ છે. શ્રી ધર્મવિજયજી એટલે શ્રી તીર્થવિજયના ગુરુમહારાજ અને શ્રી શાંતિવિજયજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org