________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૮૧
વાજતે-ગાજતે કોઈકના ઘેર જવાનું હોય. એ દિવસોમાં બીજાં કોઈ વાહનો ખાસ નહોતાં અને ઘોડા પર બેસીને જવાનું ગૌરવ અને મહત્ત્વ વિશેષ ગણાતું હતું. એટલે ગામના ઠાકોર જોરાવરસિંહે દીક્ષાના દિવસ સુધી સંગતોજી પોતાના ઘોડા ઉપર બેસી રોજ જાય એ માટે પોતાનો ઘોડો આપવાનું જાહેર કર્યું. નાનીસરખી લાગતી આ વાત એ જમાનામાં અને એ ગામડામાં ઘણી મહત્ત્વની અને માનભરી ઘટના ગણાતી. રાજા પોતે જે સારામાં સારો ઘોડો વાપરતા હતા તે દીક્ષાર્થી ભાઈના વરઘોડા માટે રોજેરોજ મોકલવામાં આવે તે વિરલ ઘટના દીક્ષાર્થી પ્રત્યેના બહુમાનનું લક્ષણ ગણાય.
દીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. વિ. સં. ૧૯૬૧ના મહા સુદ ૫ ને મંગળવારના રોજ સગતોજીને, ઠાકોરસાહેબે દીક્ષા પ્રસંગ માટે ખાસ આપેલી પોતાની પાલખીમાં બેસાડીને સંઘે ભવ્ય વરઘોડો કાઢ્યો. આખા ગામમાં ફરીને વરઘોડો ઉપાશ્રય પાસે આવી પહોંચ્યો. પાલખીમાંથી ઊતરીને સગતોજી પહેલાં બાજુમાં આવેલા જિનાલયમાં દર્શન કરી આવ્યા અને પછી ઉપાશ્રયમાં આવી પહોંચ્યા. ગુરુમહારાજને ભાવપૂર્વક વંદન કર્યા પછી વસ્ત્રાલંકાર ઉતારી, માથાના વાળા કઢાવી નાખી, સ્નાન કરી, સાધુનાં વસ્ત્રો ધારણ કરીને દીક્ષાની વિધિ માટે આવી પહોંચ્યા. દીક્ષાવિધિ પૂરી થતાં શ્રી તીર્થવિજયજી મહારાજે એમને પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નામ મુનિ શ્રી શાંતિવિજયજી રાખવામાં આવ્યું. ગુરુમહારાજે સાધુજીવનના મહત્ત્વ ઉપર મંગલ પ્રવચન આપ્યું. જુદા જુદા ગામના સંઘોએ નવદીક્ષિત મુનિ મહારાજને કામળી ઓઢાડી બહુમાન
આમ, એક અભણ રબારી કિશોર સગતોજી હવે જૈન મુનિ શ્રી શાંતિવિજયજી બન્યા.
પોતાના ગુરુમહારાજ સાથે ગ્રામાનુગ્રામ તેઓ વિહાર કરવા લાગ્યા. સાથે સાથે શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. ઉપવાસ, આયંબિલ વગેરે તપશ્ચર્યામાં તેમની રુચિ, પહેલેથી જ ઘણી હતી. શાસ્ત્રાભ્યાસ વધતાં તત્ત્વચિંતન માટેની રુચિ પણ ઉત્તરોત્તર વધવા લાગી. દાદાગુરુ શ્રી ધર્મવિજયજી અને ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજી એ બંને યોગવિદ્યાના પ્રખર અભ્યાસી હતા. તેઓ એકાંતમાં ધ્યાન-સાધના કરતા હતા. એ જ વારસો મુનિશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org