________________
૧૮૨
પ્રભાવક સ્થવિરો
શાંતિવિજયજીને પણ મળ્યો. પ્રકૃતિના શાંત વાતાવરણમાં એકાંતમાં બેસીને ધ્યાન ધરવાનો તેમનો અભ્યાસ દિવસે દિવસે વધવા લાગ્યો હતો.
દીક્ષા લીધા પછી મુનિ શ્રી શાંતિવિજયજીએ પોતાના ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજીને, માંડોલીમાં હતા ત્યારે, એક દિવસ વિનંતી કરી કે “ગુરુમહારાજ ! મંત્રસાધનાના વિષયમાં પણ મને વધુ રુચિ અને અભિલાષા છે. મારે આપના માર્ગદર્શન હેઠળ એ વિષયમાં સાધના કરવી છે એ માટે જો મારી પાત્રતા હોય તો મને માર્ગદર્શન આપવા કૃપા કરશો.” ગુરુમહારાજે કહ્યું, “ભાઈ, તને મંત્રસાધનાના વિષયમાં બહુ રસ છે એ જાણીને આનંદ થયો. આ સાધના સહેલી નથીપરંતુ ચિત્તની એકાગ્રતા વડે તું એ સાધનામાં જરૂર આગળ વધી શકશે. તારામાં એ માટે સારી પાત્રતા રહેલી છે. તારે મંત્રસાધના કરવી હોય તો પહેલાં ફક્ત ૐ શાંતિઃ મંત્રનો જાપ તું કર્યા કર, કારણ કે » કારમાં પંચ પરમેષ્ઠિનો સમાવેશ થઈ જાય છે. હિંદુઓમાં પણ તે પવિત્ર મંત્ર તરીકે ઓળખાય છે. તે મહામંત્ર છે. એની સાધનાથી કર્મનો ક્ષય થાય છે અને આત્માને શાંતિ સાંપડે છે. આ મંત્રથી સ્વનું અને પરનું કલ્યાણ સધાય છે.”
મુનિશ્રી શાંતિવિજયજીએ પોતાના ગુરુમહારાજ પાસેથી કાર મંત્રવિધિપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારપછી તેઓ જંગલમાં અને ગુફાઓમાં એકાંત સ્થળે બેસીને એ સાધના કરવા લાગ્યા.
શ્રી શાંતિવિજયજી મહારાજની મંત્રસાધના કેટલી પ્રબળ હતી તેનો પ્રત્યક્ષ અનુભવ થોડા વખતમાં જ કેટલાક લોકોને થયો હતો. મહારાજશ્રી જ્યારે રામસણ ગામમાં પધાર્યા હતા ત્યારે ત્યાં રહેતા એક શ્રેષ્ઠી લોપાજી ડાહ્યાજીએ તેમને વિનંતી કરી કે “ગુરુ મહારાજ ! મેં આ ગામમાં એક સુંદર મકાન બંધાવ્યું છે. પરંતુ એ ઘરમાં રહેવા ગયા પછી અમને ઘણી ઉપાધિ આવી છે. એથી અમે બીજે રહેવા ચાલ્યા ગયા છીએ. એ ભૂતિયા ઘરમાં રહેતાં હવે અમને બધાને બહુ બીક લાગે છે. આપ એકાંતમાં મંત્રસાધના કરો છો અને આપને તો કંઈ ડર હોતો નથી. તો મારી આપને વિનંતી છે કે મારા ખાલી પડેલા નવા ઘરમાં રહો અને મંત્રસાધના કરો. આપના પુણ્યપ્રતાપે અમારો ભય ચાલ્યો જશે.”
શ્રી શાંતિવિજયજી મહારાજ એ ભૂતિયા ઘરમાં ત્રણ દિવસ એકાંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org