________________
૧૮૦
પ્રભાવક સ્થવિરો
આઠ વર્ષની ઉંમરે એક દિવસ માતાપિતાની આજ્ઞા લઈ બાળ સગતોજી પૂ. મુનિરાજ શ્રી તીર્થવિજયજીની પાસે દીક્ષા લેવાના મક્કમ નિર્ધાર સાથે આવી પહોંચ્યા. ગુરુમહારાજે એમને પોતાની પાસે રાખ્યા. સગતોજી એમની સાથે વિહાર પણ કરવા લાગ્યા. દીક્ષાર્થી સગતોજીને શ્રી તીર્થવિજયજી પ્રતિક્રમણ વગેરેનાં સૂત્રો કંઠસ્થ કરાવતા, જુદી જુદી ક્રિયાઓની વિધિ શીખવતા, ઉપવાસ-આયંબિલ વગેરેની તપશ્ચર્યા કરાવતા અને યોગવિદ્યાનો અભ્યાસ કરાવી ધ્યાનમાં બેસવા માટે પણ માર્ગદર્શન આપતા. આમ જૈન મુનિ થવા માટેની સગતોજીની તેયારી લગભગ સાત વર્ષ ચાલી.
પોતાના દીક્ષાર્થી ભાવિ ચેલા સાથે વિહાર કરતાં કરતાં શ્રી તીર્થવિજયજી મહારાજ એક દિવસ રામસણ ગામે પધાર્યા. દીક્ષાની વાત જાણીને સંઘને બહુ આનંદ થયો. સંઘના આગેવાનોએ દીક્ષાનો લાભ પોતાના ગામને મળે એ માટે શ્રી તીર્થવિજયજી મહારાજને આગ્રહભરી વિનંતી કરી રામસણ એ ચોવીસ ગામનું એક નાનકડું દેશી રાજય હતું. ત્યાંના ઠાકોર જોરાવરસિંહ પણ ધર્મભાવનાવાળા હતા. એમને જ્યારે ખબર પડી કે આ તેજસ્વી કિશોર સગતોજીને શ્રી તીર્થવિજયજી મહારાજ સાહેબ દીક્ષા આપવાના છે, ત્યારે દીક્ષા પોતાના ગામ રામસણમાં અપાય તો પોતાને પણ બહુ આનંદ થશે એવી લાગણી એમણે શ્રી તીર્થવિજયજી મહારાજ પાસે વ્યક્ત કરી.
સંઘના આગેવાનોની વિનંતીનો વિચાર કરી તથા આસપાસનાં બધાં ગામોમાં દીક્ષાને માટે રામસણ ગામ વધારે યોગ્ય અને અનુકૂળ છે એ જોઇને તીર્થવિજયજી મહારાજે સગતોજીને રામસણમાં દીક્ષા આપવાનો નિર્ણય જાહેર કર્યો. દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું અને તે વસંતપંચમીનું આવ્યું. સગતોજીનો જન્મદિવસ એ જ હવે તેમની દીક્ષાનો દિવસ નક્કી થયો. પંદર વર્ષ પૂરાં કરી સગતોજી દીક્ષા લઈને જૈન મુનિ થવાના હતા. દીક્ષાના ઉત્સવ માટે ગામમાં તૈયારીઓ ચાલી. જૈન પરંપરા અનુસાર કોઈ દીક્ષાર્થી ભાઈ કે બહેન દીક્ષા લે તે પહેલાં તે પોતાને આંગણે પધારે અને પગલાં કરે એ માટે શ્રાવકો તરફથી ભોજન વગેરે માટે નિમંત્રણ અપાય છે. તે મુજબ દીક્ષાર્થી ભાઈ કે બહેન સુંદર વસ્ત્રાલંકાર સાથે સજ્જ થઈ વાજતે-ગાજતે જમવા માટે પધારે. આ રીતે દીક્ષા સુધીના સગતોજીના દિવસો તરત નક્કી થઈ ગયા. રોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org