________________
૧૭૮
પ્રભાવક સ્થવિરો
યાદશક્તિ ઘણી સારી હતી.
ક્રમે ક્રમે મોટા થતા સગતોજી પોતાના પિતાની સાથે સીમમાં ગાયો ચરાવવા જવા લાગ્યા. પોતાની ગાયો એમને બહુ વહાલી લાગતી હતી. આખો દિવસ ગાયોની વચ્ચે પ્રેમથી દિવસ પસાર કરતાં કરતાં પ્રાણીઓ માટે એમનામાં એક વિશિષ્ટ પ્રકારની લાગણી વિકસી હતી. પોતાનાં ઢોરોની સંભાળ રાખવી, તેમને કંઈ કષ્ટ ન પડે તેનું ધ્યાન રાખવું, તેમને પંપાળીને વહાલ કરવું, તેમને ચારો નાખવો, પાણી પાવું-આ બધી રોજની ક્રિયાઓ અત્યંત ભાવપૂર્વક કરતાં કરતાં સગતોજીમાં પ્રાણીઓ પ્રત્યે એક વિશિષ્ટ પ્રકારની પ્રેમ અને અનુકંપાની ભાવના વિકસી હતી.
સગતોજીને ગાતાં પણ સારું આવડતું હતું. સીમમાં ગાયો ચરાવતાં ચરાવતાં પાસેના કોઈ ઝાડ નીચે બેસીને તેઓ બીજા પાસેથી શીખેલ ભજનો લલકારતા.
સગતોજીના એક કાકાએ જૈન ધર્મની દીક્ષા લીધી હતી. મુનિશ્રી તીર્થવિજયજી તરીકે તેઓ એ વિસ્તારમાં જાણીતા હતા. તેઓ મણાદરના જ વતની હતા. મુનિ તીર્થવિજયના ગુરુનું નામ મુનિ ધર્મવિજય હતું. તેઓ પણ આ વિસ્તારના હતા અને આહિર જ્ઞાતિના હતા. આમ, રાજસ્થાનના આ પ્રદેશમાં રબારીઓમાં જૈન ધર્મની દીક્ષા અને જૈન ધર્મનો પ્રચાર મુનિશ્રી ધર્મવિજયજીના વખતથી ચાલુ થયો હતો.
ધર્મવિજયજીનું ગૃહસ્થ તરીકે મૂળ નામ કોળોજી હતું. તેઓ રાયકા જ્ઞાતિના, માંડોલીના વતની હતા. એક વખત રાજસ્થાનમાં દુકાળ પડતાં પોતાનાં ઢોર લઈને મહારાષ્ટ્રમાં પૂના પાસે ચોક નામના ગામે તેઓ સહકુટુંબ પહોંચ્યા હતા અને પોતાના પરિચિત માંડોલીના જૈન વતની જસાજીના ઘરે આશ્રય લીધો હતો. ત્યાં રહેતા હતા ત્યારે કોળોજીનું જીવન, એમના દીકારને સાપ કરડ્યો ત્યારે એક જૈન મુનિને મંત્ર ભણીને બચાવ્યો ત્યારથી વૈરાગી થઈ ગયું હતું. ત્રણેક વર્ષ પછી ત્યાં પધારેલા મણિવિજયજી નામના એક જેના મુનિ મહારાજ પાસે દીક્ષા લઈ તેઓ મુનિ ધર્મવિજયજી થયા હતા. આકરી તપશ્ચર્યા, યોગવિદ્યા, મંત્રવિદ્યા વગેરેની ઉપાસનાને કારણે તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રગટી હતી. તેમણે પોતાના વતન માંડોલીમાં જ દેહ છોડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org