________________
| [] || શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
હિંદુ ધર્મમાંથી આવેલા મહાત્માઓનો જૈન શાસન ઉપર કેવો ઉપકાર છે તેના એક ઉદાહરણરૂપે શ્રી વિજય શાંતિસૂરિનું જીવન જોવા મળે છે.
એક રબારી કિશોરમાંથી દેશવિદેશમાં વિખ્યાત બનનાર જૈનાચાર્ય તરીકે શ્રી શાંતિસૂરિનું નામ ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પામે તેવું છે.
ગાયબકરી ચરાવતાં ચરાવતાં એમના હૃદયમાં વિકસેલી પ્રાણીદયા સમસ્ત વિશ્વનાં પ્રાણીઓ માટે એવી અપાર કોટિની બની રહે છે કે વાઘવરુ જેવાં હિંસક પ્રાણીઓ જ્યાં હરતાં-ફરતાં હોય તેવાં જંગલોમાં, પરસ્પર ભયની લાગણીને બદલે પ્રેમ અને વિશ્વાસની લાગણીમાં પરિણમે છે. ગુફામાં તેઓ પોતે ધ્યાન ધરતા બેઠા હોય તો પાસે આવીને વાઘ કે દીપડો શાંત ચિત્તે બેસી જતો. પોતાના ગુરુમહારાજ પાસેથી શીખેલી યોગવિદ્યામાં શ્રી શાંતિસૂરિએ એટલી પ્રગતિ સાધેલી કે એને લીધે એમનામાં પ્રગટેલી લબ્ધિસિદ્ધિના અનુભવો ભારતના અને વિદેશોના જૈન-જૈનેતર એવા અનેક લોકોને થયા હતા. - શ્રી વિજયશાંતિસૂરિ મહારાજનો જન્મ રાજસ્થાનમાં મણાદર નામના ગામમાં વિ. સં. ૧૯૪૬માં માગસર સુદ ૫ના રોજ વસંતપંચમીના દિવસે એક રબારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ભીમતોલાજી હતું. માતાનું નામ હતું વસુદેવી. તેઓ રાયકા જાતિનાં હતાં. રાયકા એટલે આહિર, રબારી, ભરવાડ. (રાયકા શબ્દ રાજકર્તા ઉપરથી આવેલો છે અને રબારી શબ્દ દરબારી ઉપરથી આવેલો મનાય છે. ક્ષત્રિય રાજાઓના ભાયાતોના વંશજો આર્થિક દૃષ્ટિએ ઘસાતાં ઘસાતાં છેવટે બે–ચાર ગામના ધણી રહે અથવા થોડા ખેતરના ધણી રહે અને ખેતી અને પશુપાલન દ્વારા પોતાનું ગુજરાન ચલાવે એવી રીતે ક્ષત્રિયોમાંથી ગરાસિયાઓની જેમ રાયકાઓ પણ ઊતરી આવ્યાનું કહેવાય છે.) માતાપિતાએ એનું નામ સગતોજી રાખ્યું હતું. બાળક બુદ્ધિશાળી તેજસ્વી છે એ એની મુખમુદ્રા જોતાં સૌ કોઈને લાગતું. બાળકની ગ્રહણશક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org