________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૮૭
આગેવાનો એકત્ર થયા. મહારાજશ્રીની વાણીનો લાભ પોતાના ગામના લોકોને મળ્યો નહિ તે માટે વસવસો કરવા લાગ્યા. તરત બધાએ એકત્ર થઈ નિર્ણય લીધો કે, મહારાજશ્રી પાસે આપણે અત્યારે જ જઈએ. પોમાવા થોડા દિવસ રોકાઈને વ્યાખ્યાનનો લાભ ગામને આપે એ માટે વિનંતી કરીએ.”
તેઓ બધા મહારાજશ્રીએ વિહાર કર્યો હતો એ દિશામાં ચાલી નીકળ્યા. બે માઈલ જેટલું ચાલ્યા પછી તેમણે જોયું તો કોઈ એક વૃક્ષ નીચે મહારાજશ્રી ધ્યાનમાં બેઠા હતા. મહારાજશ્રી ધ્યાનમાંથી જાગ્રત થયા એટલે તેઓએ તેમને પોમાવા પાછા પધારવા આગ્રહભરી વિનંતી કરી. તેમના આગમનનો પોતાને ખ્યાલ ન રહ્યો તે માટે ક્ષમા માગી, સરળ પ્રકૃતિના મહારાજશ્રીએ તેમની વિનંતીનો તરત સ્વીકાર કર્યો. પોમાવા પાછા ફર્યા. આથી ગામના બધા લોકોમાં બહુ જ આનંદ છવાઈ ગયો. ગામને પાદરેથી વાજતે ગાજતે મહારાજશ્રીનું સામૈયું કરવામાં આવ્યું.
પોમાવામાં રતનચંદ મનરૂપજી નામના એક શ્રાવક રહેતા હતા. એમનાં માતુશ્રી અને પત્નીનું વીસ સ્થાનકનું વ્રત પૂરું થયું હતું. જો મહારાજશ્રી પોમાવામાં વધારે દિવસ રોકાવાની અનુમતિ આપે તો તેમની ઇચ્છા મહાજશ્રીની નિશ્રામાં એ માટે ઉજમણું કરવાની હતી. મહારાજશ્રીની અનુમતિ મળતાં રતનચંદ શેઠે અઠ્ઠાઈ મહોત્સવ માટે તૈયારી કરી.
રતનચંદ શેઠનો ચોખાનો વેપાર હતો. પૈસેટકે તેઓ સાધારણ સુખી હતા. એમના મનમાં આ ઉત્સવ માટે કોઈ અપૂર્વ ભાવ જાગ્યો હતો. એ માટે તેમણે નાણાં ખર્ચવાની જોગવાઈ પણ કરી લીધી. અઠ્ઠાઈ મહોત્સવની નિમંત્રણ પત્રિકા આસપાસનાં ગામોના સંઘોને મોકલવામાં આવી હતી. એક તો મહારાજશ્રીના દર્શન અને વાણીનો લાભ મળે અને બીજી બાજુ આવો સરસ ઉત્સવ જોવા-માણવા મળે. એટલે પોમાવા ગામમાં રોજેરોજ ધાર્યા કરતાં વધુ ને વધુ માણસો આવવા લાગ્યા. રતનચંદ શેઠે જે ખર્ચની જોગવાઈ કરી હતી તેના કરતાં રોજેરોજ ઘણો વધારે ખર્ચ થવા લાગ્યો. પરંતુ તેમણે પોતાના મનમાં જરાસરખો પણ ઓછો ભાવ આવવા ન દીધો. એટલી જ ઉદારતાથી અને એટલા જ ઉત્સાહથી સૌનું સ્વાગત તેઓ કરતા રહ્યા. નાણાં ખૂટી જવાના કારણે તેમણે પોતાની પત્નીનાં કેટલાંક ઘરેણાં પણ કોઈને ખબર ન પડે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org