________________
૧૪૪
પ્રભાવક સ્થવિરો
હિન્દી ભાષાના ગ્રંથો ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવી અને સંસ્કૃત ભાષાના વિવિધ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરાવ્યો. સોળ વર્ષની ઉંમરે તો મોહને કાવ્ય, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, સ્વરોદયશાસ્ત્ર વગેરે શીખી લીધાં હતાં. વળી જૈન ધર્મનાં પ્રતિક્રમણનાં સૂત્રો, તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ પણ કરી લીધો હતો. સેંકડો ગાથાઓ પણ તેણે કંઠસ્થ કરી લીધી હતી.
યતિશ્રી રૂપચંદ્રજીની સાથે કિશોર મોહને રાજસ્થાન તથા મધ્યપ્રદેશનાં જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ પણ કર્યો. એક વખત તેઓ બંને મુંબઈ પણ આવી ગયા હતા.
અભ્યાસ પૂરો કર્યા પછી મોહનને ઘરે જઈ કોઈ પંડિતના વ્યવસાયમાં જોડાવાને બદલે યતિ થવાના કોડ જાગ્યા. એ માટે બ્રહ્મચારી રહેવું જરૂરી હતું. મોહન તે માટે પણ તૈયાર હતો. એને યતિઓનું વિદ્યાવ્યાસંગી, સન્માનનીય, સમૃદ્ધ જીવન બહુ ગમી ગયું હતું. એટલે કોઈ સામાન્ય પાઠશાળાના પંડિત થવા કરતાં યતિ થવાની પોતાની પાત્રતા તે કેળવવા લાગ્યો હતો. એક દિવસ એણે પોતાના ગુરુ યતિશ્રી રૂપચંદ્રજીને કહ્યું, “મારે ઘરસંસાર માંડવો નથી. મારે યતિ થવું છે. તમે મને યતિની દીક્ષા આપો.”
યતિ રૂપચંદ્રજીએ કહ્યું, “ભાઈ, એમ યતિ થવું સહેલું નથી. આ ઘણું કઠિન જીવન છે. વળી યતિની દીક્ષા હું ન આપી શકું. મારા ગુરુ મહારાજ પૂ. મહેન્દ્રસૂરિ જ આપી શકે. માટે તારે મહેન્દ્રસૂરિ પાસે જવું પડશે. તેઓ તારી પરીક્ષા કરશે અને એમને યોગ્ય લાગશે તો તને યતિની દીક્ષા આપશે.'
તે વખતે પત્રવ્યવહારથી જાણવા મળ્યું કે મહેન્દ્રસૂરિ ઈન્દોરમાં છે. ત્યાંથી તેઓ વિહાર કરીને મક્ષીજી તીર્થની યાત્રાએ જવાના છે અને ચાતુર્માસ ત્યાં કરવાના છે. કિશોર મોહન મહેન્દ્રસૂરિ પાસે ઈન્દોર પહોંચ્યો. તેમની સાથે યાત્રામાં જોડાયો અને મક્ષીજી ગયો. એટલા દિવસમાં મહેન્દ્રસૂરિએ મોહનની યતિ બનવા માટેની પાત્રતા જોઈ લીધી. એટલે વિ. સં. ૧૯૦૩માં મોહનને મહેન્દ્રસૂરિએ યતિની દીક્ષા આપીને યતિશ્રી રૂપચંદ્રજીના શિષ્ય બનાવ્યા. કિશોર મોહન હવે યતિશ્રી મોહનજી થયા. આ યતિદીક્ષાનો પ્રસંગ મક્ષીજી તીર્થમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org