________________
૧૫૮
પ્રભાવક સ્થવિરો
લીધી. એમનું નામ મહારાજશ્રીએ ‘તારમુનિ' રાખ્યું હતું.
મુંબઈમાં મહારાજશ્રી ચાતુર્માસમાં બિરાજમાન હતા. ત્યારે શેઠ કેસરીચંદ ભાણાભાઈની પેઢીના પારસી મુનીમ રુસ્તમજી પણ દરરોજ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવતા. તેમને પણ એટલો બધો ભાવ થયો કે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ મહારાજશ્રીએ એમને સમજાવ્યું કે જૈન સાધુના આચાર તેમને માટે બહુ કઠિન રહેશે. માટે તેમણે કેટલાંક વ્રતનિયમો ધારણ કરવા અને જેન સિદ્ધાંતોનો અભ્યાસ કરી તે પ્રમાણે ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ-સંયમ ધારણ કરવાં. રુસ્તમજીએ એ પ્રમાણે વ્રત-નિયમ સ્વીકાર્યા હતાં.
મહારાજશ્રીના પ્રત્યક્ષ સંપર્કમાં આવેલા એવા કેટલાક શ્રાવકોએ એમની પાસે દીક્ષા લીધી હતી, પરંતુ કેટલાક તો એવા પણ હતા કે મહારાજશ્રીની ઉપદેશવાણીની અને એમના જીવનપ્રસંગોની વાતો સાંભળીને એમની પાસે દીક્ષા લઈ પોતાનું જીવન ધન્ય બનાવવાનું જેમને મન થયું હતું. એ રીતે મહારાજશ્રી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જતી હતી. આલમચંદજી મહારાજ, જશમુનિ, કાન્તિમુનિ, હર્ષમુનિ, ઉદ્યોતમુનિ, રાજમુનિ, દેવમુનિ, ગુણમુનિ, ગુમાનમુનિ, ઋદ્ધિમુનિ, લક્ષ્મીમુનિ, તારમુનિ, પદ્મમુનિ, રતનમુનિ, લબ્ધિમુનિ, ચમનમુનિ વગેરે શિષ્ય-પ્રશિષ્યનો સમુદાય ક્રમે ક્રમે પાંત્રીસથી વધુ થઈ ગયો હતો.
મહારાજશ્રીએ ગુજરાત અને રાજસ્થાનનાં લગભગ બધાં જ મહત્ત્વનાં તીર્થોની યાત્રા કરી હતી. ગુજરાતમાં બધે તેઓ વ્યાખ્યાનો હિન્દી ભાષામાં આપતા હતા, પરંતુ એમની સરળ, મધુર ભાષા સૌને સમજાય એવી હતી. આમ પણ જૈન સંઘોમાં વ્યાખ્યાનમાં સાધુમહારાજની ભાષા અંતરાયરૂપ બનતી નથી. સાધુઓ પણ બોલચાલમાં સ્થાનિક ભાષા સરળતાથી અપનાવી લે છે. ભાષાની બાબતમાં જૈન સંઘનું વલણ હંમેશાં ઉદાર રહ્યા કર્યું છે.
સં. ૧૯૪૧માં જ્યારે મહારાજશ્રીએ પાટણમાં સાગરગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું હતું તે વખતે એમણે પાટણના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા હતા. તે સમયે સામાચારીનો એક પ્રશ્ન ઊભો થયો હતો. મહારાજશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org