________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૬૫
કલ્યાણ હોગા.”
મહારાજશ્રીના આશીર્વાદથી દેવકરણ આનંદવિભોર બનીને મહારાજશ્રીના પગ દબાવવા લાગ્યા. હાથનો સ્પર્શ થતાં જ મહારાજશ્રીએ પૂછ્યું, “કોણ, દેવકરણ છે? પાનાચંદ નથી આવ્યા ?” “ના જી, તેઓ ઊંઘે છે એટલે હું આવ્યો છું.” દેવકરણે કહ્યું. પછી જ્યારે સવારે પાનાચંદ મહારાજશ્રીને મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો. મહારાજશ્રીએ પાનાચંદને કહ્યું, ‘તમે અવસર ચૂકી ગયા. હવે જેટલું થશે તેટલું થશે.” પછી દેવકરણને બોલાવીને કહ્યું, પાનાચંદને આપવાના આશીર્વાદ અજાણતાં તમને મળી ગયા છે. હવે પાનાચંદનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા માથે છે.” દેવકરણે એ માટે મહારાજશ્રીને પૂરી ખાતરી આપી.
દેવકરણ ત્યાર પછી ધંધામાં ખૂબ પ્રગતિ કરતા ગયા. નસીબ આડે રહેલું પાંદડું ફરી ગયું. વેપાર-ધંધામાં તેઓ બહુ ધન કમાયા. મુંબઈના મુખ્ય શ્રેષ્ઠીઓમાં તેમની ગણના થવા લાગી. મહારાજશ્રીની સૂચના અનુસાર તેમણે ધર્મકાર્યમાં અને ઇતર સામાજિક કાર્યોમાં ઘણું ધન વાપર્યું. એમણે મુંબઈના પરા મલાડમાં જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર આવેલી સુપ્રસિદ્ધ ઇમારત “દેવકરણ મેન્યાન” તે દેવકરણ શેઠની માલિકીની હતી. [પછીથી એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તે મકાન ભેટ આપી દીધું હતું.] મહારાજશ્રીને આપેલા વચન અનુસાર દેવકરણ શેઠે પાનાચંદ શેઠને જીવ્યા ત્યાં સુધી દર મહિને સારી આર્થિક મદદ કર્યા કરી હતી.
મુંબઈના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીની પ્રેરક વાણી સાંભળીને સાંકળચંદ અને હરગોવન નામના બે ભાઈઓને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. તેઓ બંનેને દીક્ષા આપી તેમનાં નામ અનુક્રમે સુમતિમુનિ અને હેમમુનિ રાખવામાં આવ્યાં હતાં. મુંબઈના આંગણે આ પહેલો દીક્ષા-પ્રસંગ હતો અને તે ભવ્ય ઠાઠમાઠથી ઊજવાયો હતો.
મોહનલાલજી મહારાજનો એક સ્વતંત્ર ફોટો મળે છે. એમના સમયમાં પરદેશમાં ફોટોગ્રાફીની શોધ થઈ ચૂકી હતી. પરંતુ ભારતમાં તે એટલી સુલભ નહોતી. મહારાજશ્રીનો જે ફોટો મળે છે તેની ઘટનાની વિશિષ્ટતા તો એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org