________________
૧૭o
પ્રભાવક સ્થવિરો
બંનેનું મિલન દહાણુ મુકામે થયું. યશમુનિએ પોતાના ગુરુ-મહારાજ સાથે બધી વાતનો વિચાર કરી લીધો. એક ગચ્છની સામાચારી છોડીને બીજા ગચ્છની સામાચારી અપનાવવી એ સહેલી વાત નહોતી. પરંતુ ગુરુમહારાજની આજ્ઞા એ તો એથી પણ ચડિયાતી વાત હતી. એટલે યશમુનિએ તપગચ્છની સમાચારી છોડીને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટેની આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી.
મોહનલાલજી મહારાજશ્રી ત્યારપછી પોતાના શિષ્ય સમુદાય સાથે દહાણુથી વિહાર કરીને સુરત પધાર્યા. ત્યાં એક દિવસ તેમણે સમગ્ર સમુદાયનાં સાધુસાધ્વીઓને એકત્ર કર્યા અને તેમાં જાહેર કર્યું કે હવેથી પોતાના બે મુખ્ય શિષ્યોમાંથી શ્રી હર્ષમુનિ અને એમનો સમુદાય તપગચ્છની સામાચારીનું પાલન કરશે. એ સમયે તેમણે સમગ્ર સમુદાયને ખાસ ભલામણ કરી કે પોતાનો સમુદાય બે ગચ્છમાં વહેંચાઈ જાય છે, પરંતુ તેઓએ પરસ્પર સહકારથી અને શુભ ભાવથી પોતપોતાની સામાચારીનું પાલન કરવું અને સંઘમાં ક્યાંય પરસ્પર વિખવાદ ન થાય તે રીતે પૂરો આદરભાવ રાખવો. એક જ ગુરુના શિષ્યો છે એ લક્ષમાં રાખીને સોએ જૈન ધર્મની પ્રભાવના કરતાં રહેવું. વળી તેમણે કહ્યું, “હું તો હવે કિનારે બેઠો છું. વૃદ્ધાવસ્થા છે. મારાથી હવે લાંબા વિહાર થતા નથી. આજ સુધી ધર્મની પ્રભાવના માટે જે કંઈ શક્યું હતું તે કર્યું છે. હવે એ જવાબદારી તમારા ઉપર છે. તમે બધા અનુભવી અને વિદ્વાન છો. તમે જે ક્ષેત્રમાં જાવ ત્યાં ત્યાં ધર્મનો ઉદ્યોત કરજો અને શાસનની શોભા વધે તે પ્રમાણે ઉચ્ચ ચારિત્ર, તપ અને સંયમને જીવનમાં સ્થાન આપી સંઘની સેવા દેશ-કાળ પ્રમાણે કરતા રહેશો.”
આમ, મોહનલાલજી મહારાજની ગચ્છની બાબતમાં દષ્ટિ કેટલી વિશાળ હતી, ગચ્છોની સામાચારીના ભેદથી તેઓ કેટલા પર હતા અને ગચ્છ કરતાં સંઘ અને ધર્મના હિતને તેઓ કેટલું ઊંચું સ્થાન આપતા હતા તે એમની આ ગચ્છના સમન્વયની ઉદાર દૃષ્ટિ ઉપરથી જોઈ શકાશે.
મોહનલાલજી મહારાજની ગચ્છની બાબતની ઉદારતા તેમના શિષ્યોમાં પણ રહી હતી. તેના ઉદાહરણરૂપ મુંબઈનો એક પ્રસંગ જાણવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org