________________
૧૭૪
પ્રભાવક સ્થવિરો
-
- - -
-
- -
-
-
રહેતા અને નવકારમંત્રનું રટણ કરતા. સંવત ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૧ના દિવસે કેશવરામ શાસ્ત્રી નામના જ્યોતિષના એક જાણકાર સજ્જન મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ શાસ્ત્રીજી સાથે કેટલીક વાતચીત કરી. એમાં બીજા દિવસે પોતે દેહ છોડવાના છે એવો મહારાજશ્રીએ ગર્ભિત નિર્દેશ પણ કર્યો. મહારાજશ્રીએ સ્વરોદય જ્ઞાનના આધારે જાણેલા પોતાના અંતિમ દિવસનું સમર્થન શાસ્ત્રીજી પાસેથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મેળવી લીધું. એ પછી મહારાજશ્રીએ તરત કેટલાંક પચ્ચકખાણ લઈ લીધાં. આવશ્યક ક્રિયાઓ કરી લીધી. સૌને ખમાવીને કાઉસગ્ગ ધ્યાનમાં તેઓ બેસી ગયા. બીજે દિવસે સવારે તેમણે દેવસૂરગચ્છના એક યતિશ્રીને ઇશારાથી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, “વેદ નિવાદ છે તિ વાહિર ના પૂમિ હેરવર શુદ્ધ વર માગો ! યતિથી વિચારમાં પડી ગયા, પરંતુ મહારાજશ્રીની આજ્ઞા હતી એટલે તેઓ તાપી નદીના તટમાં જઈ નદીના પુલ પાસેની જગ્યા પસંદ કરી, શુદ્ધ કરી અને ઉપાશ્રયમાં પાછા ફર્યા.
પોતાનો દેહ બપોરના સાડાબાર વાગે પડશે એવી ગણતરી મહારાજશ્રીએ કરી લીધી હતી. એમણે પોતાના શિષ્યોને અને સંઘના આગેવાનોને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી તરીકે પં. શ્રી હર્ષમુનિજી અને પં. શ્રી યશમુનિજીને જાહેર કર્યા. સૌની સાથે ક્ષમાપના કરી લીધી, પછી તરત આત્મધ્યાનમાં તેઓ લીન બની ગયા. બરાબર સાડાબાર વાગે તેમણે દેહ છોડ્યો. તેઓ કાળધર્મ પામ્યા તે સમયે અનેક લોકો ત્યાં એકત્ર થયા હતા. સૌની આંખમાંથી આંસુ વહેતાં હતાં. એ પ્રસંગે ત્યાં હાજર રહેલા આગેવાનોએ “શ્રી મોહનલાલજી મહારાજ સ્મારક ફંડની જાહેરાત કરી અને તે જ વખતે ઘણી મોટી રકમનું ફંડ નોંધાઈ ગયું હતું.
કાળધર્મ પછી મહારાજશ્રીની પાલખી પણ બહુ ભવ્ય નીકળી હતી. સુરતના બધી જ કોમના હજારો લોકો તેમાં જોડાયા હતા. સુરતના પોલીસો અને સુરતમાં રહેલા લશ્કરના સૈનિકો પણ પોતાના બેન્ડ સાથે આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. તેમની પાલખી નદીકિનારે પહોંચી. ત્યાં એમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org