________________
૧૭૬
પ્રભાવક સ્થવિરો
આ ઉપરાંત વલસાડ, નવસારી, બીલીમોરા, કતારગામ, બગવાડા, વાપી, પારડી, દહાણુ, ઘોલવડ, બોરડી, ફણસા વગેરે સ્થળે વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના થઈ હતી. એમના ઉપદેશથી જિનમંદિરોના જીર્ણોદ્ધારનું, અંજનશલાકા અને પ્રતિષ્ઠાનું, નૂતન જિનમંદિરના નિભાવનું કાર્ય પણ મોટા પ્રમાણમાં ગુજરાત અને રાજસ્થાનમાં થયું હતું. તેઓ
જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેમના ઉપદેશથી સંઘમાં શાંતિ અને ઉત્સાહ પ્રવર્તતાં અને અંદરઅંદરના કે બીજા લોકો સાથેના ઝઘડા શાંત થઈ જતા.
મોહનલાલજી મહારાજ પંડિત હતા, શાસ્ત્રજ્ઞ હતા અને કવિ પણ હતા. એમણે રચેલી સ્તવનના પ્રકારની અને સઝાયના પ્રકારની કેટલીક કાવ્યકૃતિઓ મળે છે. કાવ્યસર્જન માટે એકાત્ત વધુ મળ્યું હોત તો કદાચ આથી પણ વધુ રચનાઓ તેમના તરફથી આપણને મળી હોત.
મોહનલાલજી મહારાજના જીવન અને કાર્ય વિશે જે કેટલીક કૃતેઓની રચના થઈ છે તેમાં સૌથી મહત્ત્વની કૃતિ તે મોદનચરિત્ર નામનું સંસ્કૃતમાં મહાકાવ્ય છે. પંડિત દામોદાર શર્મા અને રમાપતિ શાસ્ત્રીએ એની રચના કરી છે. નામાંકિત સમર્થ અજેન પંડિતો મહાકાવ્યની રચના કરવા પ્રેરાય એ ઉપરથી પણ એ મહાકાવ્યના ચરિત્રનાયકની મહત્તાનો ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ પણ “હર્ષ- હૃદય દર્પણ” નામની કૃતિની રચના કરી છે.
મહારાજશ્રીના સ્વર્ગારોહણને પચાસ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે શ્રી મૃગેન્દમુનિએ અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ સંપાદિત કરીને પ્રગટ કર્યો હતો, જેમાં મહારાજશ્રીના જીવનને લગતી ઘણી સામગ્રી પ્રગટ કરવામાં આવી હતી.
આત્માર્થી, હળુકર્મી, પાપભીરુ, અલ્પકષાયી, ધર્મનિરત એવા ગીતાર્થ મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજને અંજલિ આપતાં સ્વ. પુણ્યવિજયજી મહારાજે યથાર્થ લખ્યું છેઃ “આ મુનિવરે જ્ઞાનયોગ દ્વારા પોતાના બ્રહ્મત્વને ઉજાળ્યું હતું અને ચારિત્રયોગ દ્વારા પોતાના શ્રમણત્વને શોભાવ્યું હતું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org