________________
૧૭૨
પ્રભાવક સ્થવિરો
સાહેબ “ધર્મલાભ” કહી આશીર્વાદ આપતા. ઋષભદાસજીના એક ધર્મનિષ્ઠ વડીલ મિત્ર મહારાજ સાહેબ પાસે ગયા હતા, પરંતુ ભીડને લીધે આઘા ઊભા રહ્યા હતા. ભીડ ઓછી થાય અને વાત કરવા માટે એકાંત મળે તે માટે તેઓ રાહ જોતા હતા. કેટલીક વાર થઈ, પરંતુ ભીડ ઓછી થઈ નહિ. એવામાં મહારાજ સાહેબની દૃષ્ટિ એમના ઉપર પડી. એમને લાગ્યું કે આ ભાઈ મળવા માટે ક્યારના ઉત્સુક છે અને રાહ જોઈને દૂર ઊભા છે, એટલે એમણે પોતે જ સામેથી બૂમ પાડીને કહ્યું, “કેમ ભાઈ, આવો! કંઈ કહેવું છે ?'
હા, મહારાજ સાહેબ” એમ કહીને એ ભાઈ પાસે આવ્યા અને કહ્યું, ગુરુમહારાજ, આપના વ્યાખ્યાનમાં નિયમિત આવું છું. હવે આપની પાસે એક બાધા લેવાની ઘણા વખતથી મનમાં ભાવના થઈ છે.”
મહારાજ સાહેબે કહ્યું, “શાની બાધા લેવી છે ?' એ ભાઈએ કહ્યું, “મારે આપની પાસે સ્વદારા સંતોષની બાધા લેવી છે.”
મહારાજ સાહેબે કહ્યું, “ભાઈ, તમે આ બાબતમાં બરાબર વિચાર કર્યો છે ને ? આ બાધા મન, વચન અને કાયાથી લેવી એ કંઈ સહેલી વાત નથી. તમે હજુ યુવાન છો. ભવિષ્યનો લાંબો વિચાર કરીને બાધા લેવી જોઈએ અને તેનું પાલન બરાબર કરવું જોઈએ. કહેવું સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે. કથની અને કરણી વચ્ચે આભ જમીનનું અંતર હોય છે.”
એ ભાઈએ કહ્યું, “મહારાજ સાહેબ! મેં આ બાબતમાં ગંભીરતાથી પૂરેપૂરો વિચાર કર્યો છે. મારો નિશ્ચય દઢ છે. મને જાવજીવની બાધા આપો.”
મહારાજ સાહેબે કહ્યું, “આવા કઠિન વિષયમાં જાવજીવની બાધા તરત ન અપાય. હું તમને ત્રણ વર્ષની બાધા આપું છું. ત્રણ વર્ષ પછી ફરી વધુ બાધા આપીશ.'
એ ભાઈએ આ પ્રમાણે મહારાજશ્રી પાસે હાથ જોડી ત્રણ વર્ષની બાધા લીધી, પરંતુ ક્રમે ક્રમે તેમાં ઉમેરતાં જઈ પછીથી જાવજીવની બાધા લીધી. તેઓ ઋષભદાસજીને કહેતા કે પૂજ્ય મહારાજ સાહેબના સ્વ-મુખેથી બાધા લીધા પછી સંયમ માટેની તેમની રુચિ અને શ્રદ્ધા વધુ દૃઢ થઈ, ધંધામાં તેમની ઉત્તરોત્તર ખૂબ ચડતી થઈ, તેમનો ધર્માનુરાગ વધ્યો. તેમનાં ધનસંપત્તિ વધ્યાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org