________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૭૧
યશમુનિ અને એમના શિષ્યોને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટે મહારાજશ્રીએ આદેશ આપ્યો હતો. તે પછી કેટલાંક વર્ષે યશમુનિના એક શિષ્ય ઋદ્ધિમુનિ મુંબઈમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. એ વર્ષ અધિક માસનું હતું. બે ભાદરવા મહિના આવ્યા હતા. આથી ખરતરગચ્છની સામાચારીપૂર્વકના પર્યુષણ પ્રથમ ભાદરવામાં ઋદ્ધિમુનિની નિશ્રામાં ઊજવાયાં પરંતુ બીજા ભાદરવા મહિનામાં મુંબઈમાં તપગચ્છના પર્યુષણ માટે કોઈ સાધુનો યોગ નહોતો. એટલે સંઘના શ્રેષ્ઠીઓની વિનંતીનો સ્વીકાર કરીને ઋદ્ધિમુનિએ ફરીથી તપગચ્છની સામાચારીપૂર્વકનાં પર્યુષણ બીજા ભાદરવા મહિનામાં લાલબાગના ઉપાશ્રયે કરાવ્યાં હતાં. [ગચ્છભેદ ન રાખવાની આ ઉદાર પરંપરા મોહનલાલજી મહારાજની પાટે આવેલા શ્રી ચિદાનંદસૂરિએ સં. ૨૦૪પમાં સુરતમાં “મોહનલાલજીના ઉપાશ્રયમાં ખરતરગચ્છના સાધુઓ સાથે રહીને અને એ ગચ્છના એક સાધુને પોતે ગણિની પદવી આપીને ચાલુ રાખી હતી.]
મોહનલાલજી મહારાજનું ચારિત્રબળ ઘણું મોટું હતું. સંયમપાલનની બાબતમાં તેમનામાં જરા પણ પ્રમાદ કે શિથિલતા નહોતાં. તેઓ પોતે બ્રહ્મચર્યવ્રતનું વિશુદ્ધભાવે અખંડ પાલન કરતા હતા. તેઓ જ્યાં જ્યાં ચાતુર્માસ માટે બિરાજમાન હોય ત્યાં ત્યાં આજીવન ચોથા બ્રહ્મચર્યવ્રતની બાધા અનેક દંપતી તેમની પાસે લેતાં હતાં. મુંબઈના પ્રથમ ચાતુર્માસ દરમિયાન એકસોથી વધુ દંપતીઓએ એમની પાસે સંઘ સમક્ષ ચોથા વ્રતની આજીવન બાધા લીધી હતી. એવી જ રીતે સુરત, અમદાવાદ, પાટણ વગેરે સ્થળોમાં એમની પાસે કેટલાંય દંપતીઓએ ચોથા વ્રતની બાધા સ્વીકારી હતી. કેટલાંય શ્રાવક-શ્રાવિકા એમની પાસે બાવ્રત અંગીકાર કરતાં. મહારાજશ્રી પાસે વ્રત-પચ્ચકખાણ લેવાં એ પણ પોતાનું મોટું સદ્ભાગ્ય છે એમ કેટલાય લોકોને લાગતું હતું. અમદાવાદમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈનાં માતુશ્રી ગંગા-શેઠાણીએ પણ મોહનલાલજી મહારાજ પાસે બાર વ્રત અંગીકાર કર્યા હતાં.
મદ્રાસના સ્વ. શ્રી ઋષભદાસજીએ મહારાજશ્રીનો એક પ્રસંગ નોંધતાં લખ્યું છે કે, સં. ૧૯૫૦માં મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે તેમનાં દર્શન-વંદનને માટે અનેક લોકોની ભીડ જામતી. તે દરેકને મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org