________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૬૯
મહારાજના હસ્તે થઈ હતી. [એના ઉપરના લેખમાં મોહનલાલજી મહારાજના નામનો નિર્દેશ થયેલો વંચાય છે.]
આ પ્રસંગે મહારાજશ્રીની ભલામણથી બાબુ અમીચંદે દેરાસરના વિશાળ ચોગાનમાં ઉપાશ્રય પણ બંધાવવાનું નક્કી કર્યું. દેરાસર માટે તે સમયે રૂપિયા પચીસ હજાર જેવી માતબર રકમ પણ તેમણે જુદી મૂકી કે જેમાંથી દેરાસરના નિભાવખર્ચને પહોંચી વળાય, કારણ કે એ દિવસોમાં વાલકેશ્વર ઉપર છૂટાછવાયા માત્ર બંગલાઓ હતા. જેનોની ગીચ વસ્તી ભૂલેશ્વર, પાયધુની વગેરે સ્થળોએ હતી. પ્રતિષ્ઠા પછી વાલકેશ્વરની ટેકરી ઉપર આવેલું આ ભવ્ય શિખરબંધી જિનાલય મુંબઈવાસીઓ માટે એક તીર્થ જેવું બની ગયું.
મુંબઈમાં જ્યારે મહારાજશ્રી બિરાજમાન હતા ત્યારે રતલામ, ગ્વાલિયર, લોધી વગેરે સ્થળોના આગેવાન શ્રેષ્ઠીઓને લઈને કલકત્તાના બાબુસાહેબ શ્રી બદ્રિદાસજી મહારાજશ્રીને મળવા મુંબઈ આવ્યા હતા. તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે તપગચ્છમાં તો સાધુઓની સંખ્યા સારી થઈ ગઈ છે, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખરતરગચ્છમાં સાધુઓની મોટી અછત વર્તાય છે એ માટે કંઈક કરવું જોઈએ.
મોહનલાલજી મહારાજે પોતે ખરતરગચ્છની સામાચારી છોડીને તપગચ્છની સામાચારી સ્વીકારી હતી. તેમના બધા શિષ્યો પણ પોતાના ગુરુમહારાજશ્રીની સાથે તપગચ્છની સામાચારીનું પાલન કરતા હતા. પરંતુ ખરતરગચ્છની જરૂરિયાત પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ એમ ગંભીરપણે વિચારીને પોતાના શિષ્યોમાં ખરતરગચ્છનું સુકાન સંભાળી શકે એવા શિષ્ય તરીકે મહારાજશ્રીએ તપસ્વી સાધુ યશમુનિની પસંદગી કરી યશમુનિ તે વખતે અજમેરામાં બિરાજમાન હતા. મહારાજશ્રીએ ખરતરગચ્છના શ્રેષ્ઠીઓ સાથે થશમુનિને પત્ર મોકલાવ્યો. તેમાં તેમણે યશમુનિને ખરતરગચ્છની સામાચારીનું હવેથી પાલન કરવાની ભલામણ કરી. ગુરુ-મહારાજની ભલામણ એ આજ્ઞા બરાબર છે એમ સમજી યશમુનિએ દરખાસ્તનો સ્વીકાર કર્યો અને તે અંગે વિચાર-વિનિમય કરવા માટે તેમણે મહારાજશ્રીને મળવા મુંબઈ તરફ વિહાર કર્યો. દરમિયાન મહારાજશ્રીએ મુંબઈથી વિહાર કરી દીધો હતો. એટલે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org