________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૬૩
પ્રતિનિધિ તરીકે મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને ત્યાં મોકલ્યા હતા. વીરચંદ ગાંધી જ્યારે અમેરિકાથી ઇંગ્લેન્ડ થઈને મુંબઈ પાછા ફર્યા ત્યારે સમુદ્રનું ઉલ્લંઘન કરી અનાર્ય પ્રદેશમાં તેઓ ગયા હતા. તે માટે મુંબઈના જૈનોમાં ઘણો મોટો ઊહાપોહ જાગ્યો હતો. વીસમી સદીના આરંભનો એ રૂઢિગ્રસ્ત જમાનો હતો. એટલે આવું બનવું સ્વાભાવિક હતું. તે વખતે આ બાબતમાં શું કરવું તેની મૂંઝવણ સંઘના આગેવાનોને થતી હતી. તે વખતે આત્મારામજી મહારાજે પંજાબથી મુંબઈના સંઘને કહેવડાવ્યું કે મોહનલાલજી મહારાજ આ બાબતમાં જે નિર્ણય આપશે તે મને અને વીરચંદ ગાંધીને સ્વીકાર્ય રહેશે. સંઘે એ દરખાસ્ત સ્વીકારી. મોહનલાલજી મહારાજ દીર્ઘદ્રષ્ટા અને સમયજ્ઞ હતા. સંઘને શાંત પાડવા માટે એમણે જાહેર કર્યું કે, “સમુદ્રનું ઉલ્લંઘન કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપે વીરચંદ ગાંધીએ એક સ્નાત્રપૂજા ભણાવવી જોઈએ.” એમણે આપેલો આ નિર્ણય સૌએ સ્વીકાર્યો હતો અને સંઘ શાંત થઈ ગયો હતો.
જ્યારે આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એમના મૃત્યુ વિશે શંકા છે એવી ફરિયાદ કેટલાક વિજ્ઞસંતોષી લોકોએ પોલીસને કરી હતી. તે વખતે મોહનલાલજી મહારાજે મુંબઈમાં સભા બોલાવી, ફંડ એકત્ર કરી હજારો લોકો પાસે બ્રિટિશ સરકારના જુદા જુદા અધિકારીઓ ઉપર તાર કરાવ્યા હતા. એથી આ પ્રશ્નનો તરત જ નિકાલ આવી ગયો હતો.
આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે મોહનલાલજી મહારાજે કહ્યું હતું, “જૈન શાસનનો એક મહાન સ્તંભ આપણી વચ્ચેથી અદશ્ય થયો છે. મારી જમણી ભુજા ગઈ હોય એવું મને જણાય છે.” આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજ વચ્ચે પરસ્પર કેવો આદરભાવ હતો તે આ પ્રસંગો ઉપરથી જોઈ શકાશે.
તે દિવસોમાં મુંબઈના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં શેઠ દેવકરણ મૂળજીનું નામ જાણીતું હતું. દેવકરણ શેઠ કહેતા કે પોતે તદ્દન નિર્ધન અવસ્થામાંથી જે કંઈ સિદ્ધિ મેળવી છે તે પોતાના ગુરુ મોહનલાલજી મહારાજના આશીર્વાદથી મેળવી છે. મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે યુવાન દેવકરણને મહારાજશ્રીનાં દર્શન કરવાની ભાવના થઈ હતી. સૌરાષ્ટ્રના વંથલી ગામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org