________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૬ ૧
થઈ નહોતી. બધા સહીસલામત નદી પાર કરી ગયા હતા. એ વખતે શેઠ ધરમચંદ સંઘના તમામ યાત્રાળુઓને કહ્યું કે, “જે કોઈ યાત્રિકને ચીજવસ્તુઓ, કપડાં, પૈસા વગેરેનું જે કંઈ નુકસાન થયું હશે તે સંઘપતિ તરફથી તરત ભરપાઈ કરી આપવામાં આવશે. માટે તે અંગે કોઈએ કશી જ ચિંતા કરવી નહિ.” આથી બધા યાત્રિકો નિશ્ચિત થયા. આ રીતે સંઘ પાલિતાણા પહોંચ્યો. સૌએ મહારાજશ્રી સાથે સુખપૂર્વક સિદ્ધાચલજીની યાત્રા કરી હતી.
આ યાત્રા સંઘ દરમિયાન શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્ર જીવણચંદ મહારાજશ્રીના વધુ ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા હતા અને એમના હૃદયમાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા હતા, પરંતુ કૌટુંબિક અને વેપારની જવાબદારીને લીધે તરત દીક્ષા લઈ શક્યા નહોતા. એ દિવસોમાં વેપારાર્થે પેરિસમાં રહેલા જીવણચંદભાઈએ પછીથી વેપારની પ્રવૃત્તિ સંકેલી લઈ, તપગચ્છમાં દીક્ષા લીધી હતી અને એમનું નામ મુનિ જિનભદ્રવિજય રાખવામાં આવ્યું હતું. તેમણે જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષ બોડેલીમાં સ્થિરવાસ કરી પરમાર ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો હતો.
સં. ૧૯૪૯માં પાલિતાણામાં મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ હતું, તે દરમિયાન જન્મે બ્રાહ્મણ એવા રામકુમાર નામના એક જૈન યતિશ્રી પાલિતાણીની જાત્રા કરવા માટે આવ્યા હતા. ખબર પડતાં તેઓ મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. એ વખતે પોતાના યતિજીવનનો કંટાળો મહારાજશ્રી પાસે તેમણે વ્યક્ત કર્યો. મહારાજશ્રી પણ યતિમાંથી સંવેગી સાધુ થયા હતા, એટલે પરસ્પર અનુભવોની સરખામણી થઈ. યતિશ્રી રામકુમારને પણ લાગ્યું. કે યતિજીવન કરતાં સંવેગી સાધુનું જીવન જ વધારે શ્રેષ્ઠ છે. તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. તેમની મુનિજીવન માટેની તીવ્ર ઝંખના જોઈને મહારાજશ્રીએ તેમને દીક્ષા આપી હતી. તેમનું નામ ઋષિમુનિ રાખવામાં આવ્યું હતું.
પાલિતાણીની યાત્રા પછી મહારાજશ્રીએ ભાવનગર, ઘોઘા, તળાજા વગેરે બાજુ વિહાર કર્યો હતો. એવામાં મુર્શિદાબાદના રાવબહાદુર શેઠશ્રી ધનપતસિંહજીના પુત્ર શેઠશ્રી નરપતસિંહજી તેમને મળવા આવ્યા હતા. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org