________________
૧૬૦
પ્રભાવક સ્થવિરો
જર્જરિત થઈ ગયું છે એટલું નવું કરાવવાનું છે. તો અમારે શું કરવું?'
મહારાજશ્રીએ આ ઇતિહાસ સાંભળીને એ કુટુંબપરંપરાની જિનભક્તિ માટે હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો. પછી તેમણે સૂચના કરી કે, “હવે આ સ્ફટિકનાં પ્રતિમાજી ઘર-દેરાસમાં ન રાખતાં તમે જુદું દેરાસર બંધાવી તેમાં પધરાવજો.” પૂજ્યશ્રીની સૂચના અનુસાર એ ઝવેરી કુટુંબે સુરતમાં નવું દેરાસર બંધાવ્યું અને તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના પટ્ટધર પં. શ્રી હર્ષમુનિજીના હસ્તે કરાવી હતી.
મોહનલાલજી મહારાજનો પ્રભાવ જે કેટલાક શ્રેષ્ઠીઓ ઉપર ઘણો મોટો પડ્યો હતો તેમાંના એક તે સુરતના શેઠ શ્રી ધરમચંદ ઉદયચંદ હતા. તેમની ભાવના સિદ્ધાચલજીનો યાત્રાસંઘ કાઢવાની હતી. એ દિવસોમાં ચોરલૂંટારુ અને વાઘવરના ભયને કારણે તથા ખાવાપીવાની સગવડોના અભાવને કારણે સામાન્ય માણસો એકલા જાત્રાએ જઈ શકે એવી અનુકૂળ પરિસ્થિતિ નહોતી. સંઘ નીકળે તો અનેકને લાભ મળે. શેઠશ્રી ધરમચંદે એ માટે મહારાજશ્રીને વિનંતી કરી હતી. મહારાજશ્રીએ સુરતથી સંઘ કાઢવા માટે સંમતિ આપી. મુંબઈના ચાતુર્માસ પછી સં. ૧૯૮૪માં તેમણે સુરતમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતે સિદ્ધાચલજીના સંઘ માટે પૂર્વતૈયારીઓ સારી રીતે થઈ ગઈ હતી. ચાતુર્માસ પછી મહારાજશ્રીની નિશ્રામાં પોષ મહિનામાં સિદ્ધાચલજીનો સંઘ નીકળ્યો હતો. તેમાં ૧૪૦૦ યાત્રિકો જોડાયા હતા. ખંભાત અને વલ્લભીપુર થઈને પાલિતાણા પહોંચવાનું હતું. લગભગ સવા મહિનાનો કાર્યક્રમ હતો. એક પછી એક સ્થળે મુકામ કરીને આગળ વધતો જતો સંઘ ખંભાત પાસે દેહવાણ નામના ગામે આવ્યો. ત્યાં સમુદ્ર પાસે આવેલી મહી નદી પાર કરવાની હતી. એ નદીમાં પાણી સાવ છીછરાં રહેતાં; પરંતુ દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે નદીમાં અચાનક પૂર આવતાં. એટલે નદીનો પટ પગપાળા પાર કરવામાં ઘણી સમયસૂચકતાની અપેક્ષા રહેતી હતી. આટલા બધા યાત્રાળુઓ પગે ચાલતાં એકબીજાની પાછળ ધીમે ધીમે આવતા હોય તો વાર ઘણી લાગે. તેઓ જ્યારે નદી પાર કરતા હતા ત્યારે અચાનક પૂર આવવાને લીધે કેટલાક યાત્રીઓનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. સદ્ભાગ્યે કોઈ જીવહાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org