________________
૧૬ ૪
પ્રભાવક સ્થવિરો
વતની દેવકરણની સ્થિતિ સાવ સાધારણ હતી. તેઓ રોટલો રળવા માટે પોતાનું વતન છોડી મુંબઈ આવ્યા હતા. તેઓ રસ્તા ઉપર ટોપી વેચવાની ફેરી કરતા. સાંજ પડ્યે જે કંઈ કમાણી થાય તેમાંથી પોતાનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને રાત્રે કોઈ દુકાનના ઓટલે અથવા ઉપાશ્રયમાં સૂઈ રહેતા. જ્યારે એમણે મહારાજશ્રી પાસે પહેલી વાર પોતાના માટે “ધર્મલાભ” શબ્દ સાંભળ્યો ત્યારે એમાં અજબનો રણકાર સંભળાયો હતો. પછીથી રોજ રોજ મહારાજશ્રી પાસે લાલબાગના ઉપાશ્રયે આવવાનું એમણે ચાલુ કર્યું હતું. રોજેરોજ વ્યાખ્યાન સાંભળીને પછી મહારાજશ્રી પાસે તેઓ આશીર્વાદ લેતા. એથી એમની કમાણી વધતી ગઈ હતી. આખો દિવસ ફેરી કરીને રોજ રાત્રે તેઓ મહારાજશ્રી પાસે આવતા અને એમની સેવાચાકરી કરતા. કેટલીક વાર તેઓ ઉપાશ્રયમાં જ સૂઈ જતા.
મુંબઈમાં એ વખતે ઝવેરી પાનાચંદ તારાચંદનું નામ મોટું ગણાતું. તેઓ સુરતના વતની હતા. તેમનાં પત્ની હરકોરબહેન પણ એક અગ્રગણ્ય શ્રાવિકા હતાં. પરંતુ સંજોગવશાત્ પાનાચંદ ઝવેરીને વેપારમાં ઘણી મોટી ખોટ આવી. તેઓ નિર્ધન બની ગયા. ઘરબાર વેચાઈ ગયાં. મહારાજશ્રી પ્રત્યે તેમને અસાધારણ ભક્તિભાવ હતો. તેઓ પણ મહારાજશ્રીની વૈયાવચ્ચ કરતા અને કોઈ કોઈ વાર રાત્રે ઉપાશ્રયમાં સૂઈ રહેતા. મહારાજશ્રીને પણ તેમના પ્રત્યે ઘણી લાગણી હતી. પોતાના દુઃખની એમણે મહારાજશ્રીને વાત કરી ત્યારથી તેમને માટે કંઈક કરવા માટે મહારાજશ્રીને પણ અંતરમાં ભાવ થયો હતો.
એક વખત પાનાચંદ મહારાજશ્રીને મળવા ઉપાશ્રયે આવ્યા હતા અને મહારાજશ્રી સૂચનાથી રાત્રે ત્યાં ઉપાશ્રયમાં જ સૂઈ રહ્યા હતા. અડધી રાતે મહારાજશ્રીએ કેટલાક મંત્રનો જાપ કરી બૂમ પાડી, “પાનાચંદ-પાનાચંદ.” પણ પાનાચંદ ઘસઘસાટ ઊંઘતા હતા. દેવકરણે એ બૂમ સાંભળી. તેઓ મહારાજશ્રી પાસે પહોંચી ગયા. એમને થયું કે મહારાજશ્રીને કંઈક કામ હશે. તેઓ મહારાજશ્રી સામે બેઠા. અંધારું એટલું ગાઢ હતું કે પરસ્પર મુખાકૃતિ દેખાતી ન હતી. મહારાજશ્રીએ ધાર્યું કે પાનાચંદ ઝવેરી આવ્યા છે. એમણે હાથ જોડવા કહ્યું. પછી મંત્ર ભણી આશીર્વાદ આપતાં બોલ્યા, “અબ તેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org