________________
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીના ભક્ત એવા એક વહોરાભાઈએ એમનો ફોટો લીધો હતો અને તેની પ્રિન્ટ કઢાવવા માટે ઇંગ્લેન્ડ મોકલી આપ્યો હતો. પછી તેની દસ હજાર નકલ ઇંગ્લેન્ડમાં કરાવીને મંગાવી હતી. આ નકલ મુંબઈના લાલબાગના ઉપાશ્રયના ઓટલે જ્યારે વેચવા માટે મૂકવામાં આવી હતી ત્યારે શેઠશ્રી દેવકરણ મૂળજીએ તે બધી જ ખરીદી લઈને સંઘના લોકોને દર્શનાર્થે ભેટ આપી દીધી હતી. ત્યારે મહારાજશ્રીનો એ ફોટો જૈનો ઉપરાંત કેટલાય વહોરા, ખોજા, પારસી વગેરેની દુકાનોમાં અને ઘરોમાં જોવા મળતો.
મહારાજશ્રી સં. ૧૯૫૮માં ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા હતા. એમના શિષ્યો પણ મુંબઈ પધાર્યા હતા. એ વખતે મુંબઈમાં ગણિવર્ય હર્ષમુનિને પંન્યાસની પદવી માધવબાગના વિશાળ મંડપમાં આપવામાં આવી હતી. એ પ્રસંગે હજારો માણસની મેદની વચ્ચે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને આચાર્યપદ સ્વીકારવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. મહારાજશ્રીના શિષ્યસમુદાયનો પણ એ માટે આગ્રહ હતો. પરંતુ તે વિનંતીનો તેમણે સ્વીકાર કર્યો હતો.
મોહનલાલજી મહારાજે ઘણી તપશ્ચર્યા કરી હતી અને ઘણાને દીક્ષા આપી હતી. એટલે આચાર્યપદ ગ્રહણ કરવા માટે એમને અનેક સંઘો તરફથી અગાઉ પણ આગ્રહ થયો હતો, પરંતુ પોતે આચાર્યપદ સ્વીકાર્યું ન હતું. તેઓ સંઘ અને પોતાના શિષ્ય-સમુદાયને સંબોધીને કહેતા કે, “મવીર્ય પદ્દ ના યહ महापुरुषों का काम है । मैं तो एक सामान्य मुनि हूँ, यह मेरा मुनिपद ही अच्छा है । आचार्यपद का भार उठाने की शक्ति मेरे में नहीं है ।'
આમ, મોહનલાલજી મહારાજે સંવેગી દીક્ષા સંઘ સમક્ષ ગ્રહણ કર્યા પછી પોતાના સુદીર્ઘ દક્ષા પર્યાય દરમિયાન ક્યારેય કોઈ પદની આકાંક્ષા રાખી ન હતી. પોતે છેવટે મુનિ તરીકે જ રહ્યા હતા. પરંતુ પોતાના શિષ્યોને યોગ્ય કાળે યોગ્યતા અનુસાર તેમણે પદવી અપાવી હતી. એટલું જ નહિ, તેઓ પોતાના શિષ્યોને પદવીનું સંબોધન કરીને પણ બોલાવતા. પંન્યાસ શ્રી યશમુનિને તેઓ કોઈક વખત પોતાની પાસે બોલાવવા માટે “પંન્યાસજી' એમ કહીને બૂમ પાડતા. પરંતુ યમુનિને તે ગમતું નહિ. તેઓ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org