________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૫૭
જોખમ નથી. તેઓ પોતે પછી મહારાજ-શ્રીના વ્યાખ્યાનમાં બેઠા અને આનંદિત થયા હતા. તેમણે લોકોને કહ્યું કે આવા પુણ્યશાળી મહાત્મા જ્યાં બિરાજતા હોય ત્યાં રોગચાળો ફાટે નહિ.
મહારાજશ્રીનું ચારિત્ર અને એમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હતું અને એમની વાણી એટલી સરળ, રોચક અને પ્રેરક હતી કે તે સાંભળીને કેટલાક માણસોને વૈરાગ્યનો ભાવ આવી જતો. મહારાજશ્રી જ્યારે ગુજરાતમાં પેથાપુરમાં હતા ત્યારે એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. તે વખતે પેથાપુરના કેશવલાલ નામના કોઈ એક શ્રાવક બહારગામ ગયા હતા. તેઓ જ્યારે બહારગામથી પાછા આવ્યા ત્યારે મિત્રો-સંબંધીઓએ મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળવા માટે ઊમટેલી મેદનીની વાત કરીને કહ્યું, કેશવલાલ, તમે ખરેખર એક સરસ અવસર ગુમાવ્યો.” એ સાંભળી કેશવલાલને બહુ અફસોસ થયો. તેમને થયું કે મહારાજશ્રીની વાણી હવે તો મારે અવશ્ય સાંભળવી જ જોઈએ. તપાસ કરતાં જાણવા મળ્યું કે મહારાજશ્રી તો પાટણ પહોંચ્યા છે. કેશવલાલ તરત પાટણ ગયા. ત્યાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળતાં તેમને એવો વૈરાગ્યભાવ જાગ્યો કે ત્યાં ને ત્યાં જ દીક્ષા લેવા માટે તેમણે આગ્રહ રાખ્યો. તેમની સાચી ઉત્કટ ભાવના જોઈ મહારાજશ્રીએ સંમતિ આપી. પાટણના સંઘે તરત દીક્ષા મહોત્સવની તૈયારી કરી અને કેશવલાલને દીક્ષા આપવામાં આવી. મહારાજશ્રીએ એનું નામ કલ્યાણમુનિ રાખ્યું હતું.
એવી જ રીતે ભાવનગરમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં તારાચંદ નામના એક શ્રાવક રોજ આવતા. વળી તેઓ બપોરે મહારાજશ્રી પાસે ઉપાશ્રયમાં બેસી સામાયિક કરતા અને બીજી ઘણી તપશ્ચર્યા કરતા. એક દિવસ તારાચંદ સાથે વાતચીત કરતાં મહારાજશ્રીએ રમૂજ કરીને વાત્સલ્યભાવે કહ્યું, “અરે, ભાઈ તારાચંદ ! તારે તો તારા નામ પ્રમાણે બીજાને તારવાનું કામ કરવું જોઈએ. એને બદલે તો તું ડૂબવાની વાત કરે છે.”
પરંતુ આ વાક્યો તારાચંદ માટે મર્મવાક્યો બની ગયાં. તે જ ક્ષણે એમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવા માટે સંકલ્પપૂર્વક બાધા લીધી અને ત્યારપછી મહારાજશ્રી વિહાર કરીને જ્યારે રતલામ પહોંચ્યા ત્યારે તેમની પાસે દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org