________________
૧૫૬
પ્રભાવક સ્થવિરો
થોડા દિવસ પછી ખબર આવ્યા કે એ દીક્ષાર્થી ભાઈ અચાનક ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા છે. ત્યાર પછી બરાબર વૈશાખ સુદ છઠ્ઠના દિવસે જ તેઓ અવસાન પામ્યા.
એક વખત મહારાજશ્રી સુરતમાં બિરાજમાન હતા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી શેઠ નગીનચંદ કપૂરચંદ દેરાસરમાં પૂજા કરીને મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. વંદન કરીને કહ્યું, “સાહેબ! હું આજે મુંબઈ જવાનો છું. ત્યાંનું કંઈ કામકાજ હોય તો ફરમાવો.”
આસપાસ જોઈ, થોડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ નગીનચંદ! તમારે મુંબઈ જવું હોય તો ભલે જાવ, પરંતુ ઘરે ગયા વગર અહીંથી જ સીધા સ્ટેશને જઈ મુંબઈની ગાડી પકડજો.”
નગીનચંદ શેઠ વિચારમાં પડી ગયા. પરંતુ મહારાજશ્રીની આજ્ઞા હતી એટલે એ પ્રમાણે જ કરવું રહ્યું. તેઓ પૂજાનાં કપડાંમાં ભૂખ્યા-તરસ્યા જ સ્ટેશને પહોંચી ગયા. એક માણસને મોકલાવી ઘરેથી પોતાનાં કપડાં અને જરૂરી વસ્તુઓ મંગાવી લીધી. સ્ટેશન પર કપડાં બદલી તેઓ ગાડીમાં બેઠા, અને મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં આવીને તેમણે જોયું કે પોતાના ધંધામાં અચાનક જ મોટો લાભ થવા માંડ્યો છે. ત્યાર પછી થોડા વખતમાં તો તેમણે મુંબઈમાં બહુ મોટી કમાણી કરી. તે દિવસની મહારાજશ્રીની વાણીમાં તેમને અજબનું જાદુ જણાયું હતું. એ વાણી તેમને બહુ ફળી હતી. આથી તેઓ મહારાજશ્રીના પ્રખર ભક્ત બની ગયા હતા.
મહારાજશ્રીની પ્રેરણાથી સુરત પાસે કતારગામમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. શત્રુંજયાવતાર જેવું જિનમંદિર થયું હતું. એની ભવ્ય પ્રતિષ્ઠા મહારાજશ્રીને હાથે જ્યારે થવાની હતી ત્યારે સવા લાખ માણસો જેટલી વિશાળ મેદની ત્યાં એકત્ર થઈ હતી. એ સમયે કોઈ વિઘ્નસંતોષીએ ગોરા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે એટલાં બધાં માણસો એકઠાં થયાં છે એટલે ગંદકી ઘણી થઈ ગઈ છે. કૉલેરાનો રોગચાળો ફાટવાનો સંભવ છે, માટે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અટકાવો. એથી ગોરા કલેક્ટર જાતે ત્યાં તપાસ કરવા આવ્યા. ત્યાંની સરસ વ્યવસ્થા જોઈને તથા મહારાજશ્રીને મળ્યા એટલે એમને ખાતરી થઈ કે કૉલેરાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org