________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૪૩
હતા, વિદ્યાવ્યાસંગી હતા, શાસ્ત્રજ્ઞ હતા. મોહનલાલજીનાં માતુશ્રીનું નામ સુંદરી હતું.
એક દિવસ માતા સુંદરીને સ્વપ્ન આવ્યું કે પોતાના મુખમાં પૂર્ણિમાનો ચંદ્ર પ્રવેશ કરી રહ્યો છે. એમણે એ સ્વપ્નની વાત પતિ બાદરમલને કરી. શાસ્ત્રના જાણકાર પતિએ કહ્યું કે, આ સ્વપ્નનો અર્થ એ થાય છે કે એક તેજસ્વી પુત્રરત્નની આપણને પ્રાપ્તિ થશે. જાણે આ આગાહી સાચી પડી હોય તેમ એમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો.
બાળક મોહન જન્મથી જ અત્યંત તેજસ્વી અને હોશિયાર હતો. માતાપિતાને એમ લાગ્યું કે આવા તેજસ્વી બાળકને સારી રીતે અભ્યાસ કરાવવો જોઈએ. એ જમાનામાં રાજસ્થાનનાં ગામડાંઓમાં અંગ્રેજી કેળવણી હજી આવી ન હતી. પ્રાચીન ભારતીય પરંપરાની કેળવણી અપાતી હતી, પણ તે બહુ સંતોષકારક નહોતી. બાદરમલ પોતે જ પંડિત હતા. મોહનને ઘરે તેઓ ભણાવતા. એની ગ્રહણશક્તિ જોઈને એમને એમ થતું કે આ બાળકને વધુ અભ્યાસ માટે કોઈ મોટા સારા પંડિત પાસે રાખવો જોઈએ. કેટલાક મિત્રોએ બાદરમલને સલાહ આપી કે, જેન યતિઓ પાસે ઘણી વિદ્યાઓ હોય છે. મોહનને જો મોટો પંડિત બનાવવો હોય તો નાગોરમાં બિરાજતા જાણીતા યતિ શ્રી રૂપચંદ્રજી પાસે મોકલવો જોઈએ. તેઓ વિદ્યાર્થીઓને બહુ સરસ અભ્યાસ કરાવે છે. બાદરમલ અને સુંદરી નવ વર્ષના બાળક મોહનને લઈને યતિશ્રી રૂપચંદ્રજી પાસે નાગોર પહોંચ્યાં. એ વખતે પણ કહેવાય છે કે બે સ્વપ્નનો યોગાનુયોગ એવો થયેલો કે સુંદરીને એક સ્વપ્ન આવ્યું હતું અને તેમાં દૂધપાક ભરેલો પોતાનો થાળ કોઈ લઈ જઈ રહ્યું હતું. બીજી બાજુ યતિશ્રી રૂપચંદ્રજીને એવું સ્વપ્ન આવેલું કે દૂધપાક ભરેલો થાળ પોતાને કોઈ વહોરાવી રહેલું છે. જાણે કે આ સ્વપ્નના સંકેત અનુસાર એવું બન્યું કે યતિશ્રીને જોતાં જ બાળક મોહનને એમની પાસે રહેવાનું ગમી ગયું. મોહનને જોઈને યતિશ્રીના હૃદયમાં પણ વાત્સલ્ય ઊભરાયું. માતાપિતાએ મોહનને વિદ્યાભ્યાસ માટે યતિશ્રી રૂપચંદ્રજી પાસે રાખ્યો.
યતિશ્રીએ બાળક મોહનની તેજસ્વિતા પારખી લીધી હતી. તેમણે મોહનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org