________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૫૧
મહારાજશ્રીને પ્રથમ બે શિષ્યો પ્રાપ્ત થયા હતા.
ત્યાર પછી મહારાજશ્રીએ ફલોધીથી અમદાવાદ બાજુ વિહાર કર્યો. એ વખતે આબુ-ખરેડીમાં હરખચંદ નામના એક ગૃહસ્થનો તેમને ભેટો થયો હતો. આ ગૃહસ્થ મુમુક્ષુ હતા. તેઓ કોઈ મુમુક્ષુ ગુરુની શોધમાં હતા. મોહનલાલજી મહારાજને જોતાં જ તેમને હૃદયમાં એવી પ્રતીતિ થઈ કે, “મારા ગુરુ થવાને આ જ મહાત્મા યોગ્ય છે.” એમને મહારાજશ્રી સાથે વધુ પરિચય થતાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો, અને સં. ૧૯૪૪ના ચૈત્ર સુદ ૮ના રોજ મહારાજશ્રીએ એમને દીક્ષા આપી. એમનું નામ હર્ષમુનિ રાખવામાં આવ્યું. મહારાજશ્રીના શિષ્યોમાં આ હર્ષમુનિ તેજસ્વી શિષ્ય હતા. મહારાજશ્રીની સ્મૃતિમાં એમણે મુંબઈમાં મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરાવી હતી.
ગત શતકના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજ જ્યારે રાજસ્થાનમાં વિચરતા હતા તે વખતે મોહનલાલજી મહારાજ પણ રાજસ્થાનમાં વિચરતા હતા. એક વખત સિરોહી શહેરમાં આત્મારામજી મહારાજ બિરાજમાન હતા. ઉપાશ્રયમાં એમની નિશ્રામાં સાંજનું પ્રતિક્રમણ પૂરું થયું ત્યારે શ્રાવકોએ જય બોલાવી કે, “બોલો, શ્રી મોહનલાલજી મહારાજ કી જય.” જેથી આત્મારામજી મહારાજને આશ્ચર્ય થયું. પરંતુ શ્રાવકોએ ખુલાસો કરતાં કહ્યું : “એ મહાપુરુષનો સિરોહીના શ્રાવકો ઉપર ઘણો બધો ઉપકાર છે. એ અમે કેમ ભૂલી શકીએ?' શ્રાવકોની વાત સાંભળીને ઉદારદિલ આત્મારામજી મહારાજે એમની પ્રશંસા કરી અને એમના કૃતજ્ઞતાના ગુણની બહુ કદર કરી. આમ, મોહનલાલજી મહારાજની ચોમેર પ્રસરેલી કીર્તિની વાત આત્મારામજી મહારાજ સુધી પહોંચી હતી. એટલે મોહનલાલજી મહારાજને મળવા માટે આત્મારામજી મહારાજને તાલાવેલી લાગી હતી. તેઓ જોધપુરમાં તેમને પ્રથમ વાર મળવા ગયા હતા. પોતાના કરતાં પાંચેક વર્ષ મોટા એવા મહાત્માનાં જ્ઞાન અને ચારિત્રથી આત્મારામજી બહુ જ પ્રભાવિત થયા હતા. તેમની કેટલીક શંકાઓનું સમાધાન મોહનલાલજી મહારાજે બહુ સરસ રીતે શાસ્ત્રવચનોને ટાંકીને કર્યું હતું. આથી મોહનલાલજી મહારાજ પ્રત્યે આત્મારામજી મહારાજના હૃદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org