________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૪૯
લાગ્યું, કારણ કે ઓસિયા નગરી જેનોની પ્રાચીન નગરી હતી. ઉપાશ્રયમાં આવીને એમણે સંઘના આગેવાનોને વાત કરી. પરંતુ ઓસિયા ગામ તો નાનું હતું. ત્યાંનો સંઘ ખોદકામનું ખર્ચ કરી શકે એવી શક્તિવાળો નહોતો. એટલે પાસે આવેલા જોધપુર અને ફલોધી એ બે નગરીના શ્રેષ્ઠીઓને પણ મહારાજશ્રીએ આ વાત કહી. જો આ રેતીનો ડુંગર ખસેડીને ત્યાં ખોદવામાં આવે તો તેમાંથી પ્રાયઃ જિનમંદિર નીકળે. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે જોધપુર અને ફલોધીના સંઘોએ એ માટે થાય તેટલું ખર્ચ કરવાની તત્પરતા દાખવી. રાજ્યની પરવાનગી લઈ તરત જ એ કામ હાથ ધરવામાં આવતાં રેતીના ડુંગર નીચેથી જિનમંદિરે મળી આવ્યું. મહારાજશ્રીની પ્રેરણાથી ઓસિયાના એ જિનમંદિરનો ત્યાર પછી જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. આજે હવે ત્યાં નિયમિત સેવાપૂજા થાય છે. મહારાજશ્રીના હસ્તે એક પ્રાચીન ઐતિહાસિક જિનમંદિર ફરી પાછું સજીવન થઈ ગયું.
રાજસ્થાનમાં પાલી, સિરોહી, સાદડી, જોધપુર, અજમેર વગેરે સ્થળે ચાતુર્માસ કરી મહારાજશ્રીએ ઠેરઠેર ધર્મની ભાવના લોકોમાં જાગ્રત કરી હતી. એમણે કન્યાવિક્રમ, મદ્યપાન, માંસભક્ષણ, મરણ પછી કૂટવાનો રિવાજ વગેરે બંધ કરાવ્યાં હતાં. એમનું વ્યક્તિત્વ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એ થોડાં વર્ષોમાં જુદે જુદે સ્થળે મળીને ૫૦૦ જેટલા હિન્દુ લોકોએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. મારવાડના લોકોએ એમને મરુધરદેશોદ્વારક'નું બિરુદ આપ્યું હતું.
સં. ૧૯૩૭નું ચાતુર્માસ પાલીમાં કરીને તેઓ જોધપુર પધાર્યા હતા. નગરમાં પ્રવેશતી વખતે પોતાનું જમણું અંગ જોરથી ફરકવા લાગતાં નિમિત્તશાસ્ત્રના અભ્યાસના આધારે તેમને થયું કે જોધપુરમાંથી જરૂર કંઈક લાભ થશે. હવે તેમની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. મોટા મોટા મહાનુભાવો પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. જોધપુરમાં રાજ્યના દીવાન શ્રી આલમચંદજી પણ તેમના વ્યાખ્યાનમાં આવતા. આલમચંદજીને મહારાજશ્રીની વાણીનો એટલો બધો રસ જાગ્યો હતો કે તેઓ એક પણ વ્યાખ્યાન ચૂકતા નહિ. વખત જતાં એમનામાં એવું પરિવર્તન આવ્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org