________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૪૭
જશે. માટે મળેલો મનુષ્યજન્મ મારે ફોગટ ગુમાવવો નહિ.” આવો વિચાર આવતાં તેમણે સર્વ પરિગ્રહનો ત્યાગ કરવાનો અને યતિજીવનનો કિયોદ્ધાર કરી સંવેગી સાધુ થવાનો નિર્ણય કર્યો. તે વખતે કોઈ યાંત્રિક તેમને જોઈને, તેઓ કોઈ મુનિ મહારાજ છે એમ સમજીને વંદન કરવા લાગ્યો, ત્યારે તેને અટકાવીને તેમણે યાત્રિકને કહ્યું, “ભાઈ, હું હજુ મુનિ થયો નથી. હું તો યતિ છું. મારો આત્મા હજુ વંદનને યોગ્ય નથી. માટે મને વંદન ન કરશો.” અલબત્ત, તેઓ મુનિ થયા નહોતા. પણ તેમનું અંતર તો મુનિ થવા ઝંખી રહ્યું હતું.
કલકત્તાથી યતિશ્રી મોહનજી જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતા કરતા કાશી આવ્યા. થોડો વખત ત્યાં રોકાઈને દિલ્હી, આગ્રા, જયપુર વગેરે સ્થળે જઈ આવ્યા. વિ. સં. ૧૯૩૦માં તેઓ જ્યારે વિહાર કરીને જયપુર શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રાત પડતાં જંગલમાં એક વાવમાં તેમને મુકામ કરવો પડ્યો હતો. ત્યાં તેમની હિંમતની કસોટી કરનાર એક અનુભવ થયો હતો. રાતને વખતે એ વાવમાં એક વાઘ પાણી પીવા આવ્યો. પોતાના તરફ વાઘને આવતો જોઈને યતિશ્રી તરત જ કાઉસગ્ગ ધ્યાનમાં બેસી ગયા. વાઘ થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને પછી પોતાનું મસ્તક નમાવીને ચાલ્યો ગયો.
રાજસ્થાનમાં જુદે જુદે સ્થળે વિહાર કરીને પછી તેઓ અજમેર ગયા. તેમને લાગ્યું કે હવે પોતે સંવેગી દીક્ષા લઈ લેવી જોઈએ એટલે અજમેરમાં સં. ૧૯૩૦માં ૪૩ વર્ષની વયે એમણે ભગવાન સંભવનાથના દેરાસરમાં જઈ ભગવાનની સાક્ષીએ અને સંઘની સમક્ષ, સંઘની સંમતિપૂર્વક સંવેગી દીક્ષા ધારણ કરી. યતિશ્રી મોહનજીમાંથી હવે તેઓ મુનિશ્રી મોહનલાલજી થયા. એમણે ત્યાર પછી મુનિ તરીકે પ્રથમ ચાતુર્માસ સં. ૧૯૩૧માં રાજસ્થાનમાં પાલી શહેરમાં કર્યું હતું. મુનિ તરીકે તેમણે તે સમયના મહાન આચાર્ય શ્રી સુખસૂરિનું શિષ્યપણું સ્વીકાર્યું હતું.
મુનિશ્રી મોહનલાલજી મહારાજે પાલી પછી અનુક્રમે સિરોહી, પાલી, સાદડી, જોધપુર, અજમેર, પાલી, જોધપુર, સિરોહી, અજમેર, પાટણ, પાલનપુર, ફલોધી, અમદાવાદ, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા હતાં.
મહારાજશ્રી જ્યારે સિરોહમાં બિરાજમાન હતા ત્યારે સિરોહીના નરેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org