________________
૧૫૦
પ્રભાવક સ્થવિરો
એમની આધ્યાત્મિક દશા એટલી ઊંચી થઈ કે એક દિવસ તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો.
રાજ્યના દીવાન જેવી વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થઈ એ સમાચારથી ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજશ્રીની ઉપદેશવાણી પ્રત્યે લોકોનું માન બહુ વધી ગયું. સત્તા, માનપાન અને સુખસાહ્યબી ભોગવનાર દીવાનશ્રીને વૈરાગ્યનો રંગ પાકો લાગ્યો છે કે નહિ તેની ખાતરી કરવા મહારાજશ્રીએ એમને થોડો સમય થોભી જવા જણાવ્યું. ચાતુર્માસ પૂરું થતાં મહારાજશ્રી અજમેર તરફ વિહાર કરી ગયા. સં. ૧૯૩૬નું ચાતુર્માસ એમણે અજમેરમાં કર્યું. દરમિયાન આલમચંદજીનો મહારાજશ્રી સાથેનો સંપર્ક વધુ ગાઢ થતો રહ્યો. એમનો વૈરાગ્ય સાચો છે એની મહારાજશ્રીને પ્રતીતિ થઈ. એટલે સં. ૧૯૩૭ના અષાઢ સુદ ૧૦ના દિવસે સંઘ સમક્ષ આલમચંદજીને દીક્ષા આપવામાં આવી, એમનું નામ આનંદમુનિ રાખવામાં આવ્યું. મહારાજશ્રીએ પોતે સંવેગી દીક્ષા ધારણ કરી હતી. તે પછી આનંદમુનિ તેમના પ્રથમ શિષ્ય બન્યા હતા. જોધપુર જેવા રાજ્યના દીવાન મહારાજશ્રીના હસ્તે દીક્ષિત થાય એ કંઈ જેવી તેવી ઘટના ન હતી. એ દીક્ષાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા હતા. દીક્ષાનો ઉત્સવ નજરે જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા.
દીવાન આલમચંદની દીક્ષા બીજાઓ માટે પણ પ્રેરણારૂપ બની હતી. જોધપુરમાં બીજી એક ઘટના પણ બની. જેઠમલજી નામના જોધપુરના એક ચુસ્ત સ્થાનકવાસી ભાઈ પણ મહારાજશ્રી પાસે પોતાની શંકાઓના સમાધાન માટે વારંવાર આવવા લાગ્યા હતા. મહારાજશ્રીના જ્ઞાનનો પ્રભાવ ઘણોબધો હતો. મહારાજશ્રીએ તટસ્થભાવે ન્યાયબુદ્ધિથી આપેલા ઉત્તરોથી જેઠમલજીને એટલો બધો સંતોષ થયો હતો કે મૂર્તિપૂજક સમુદાયમાં, મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો એમણે નિર્ણય કર્યો. તેઓ મહારાજશ્રીના સતત સંપર્કમાં રહેવા લાગ્યા. પરંતુ મહારાજશ્રી તેમને ઉતાવળે દીક્ષા આપવા ઇચ્છતા નહોતા. મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા બરાબર સ્થિર અને દૃઢ થયેલી જોયા પછી સં. ૧૯૪૦માં જેઠ સુદ પના પોજ જોધપુરમાં ધામધૂમપૂર્વક તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમનું નામ જેઠમલમુનિ રાખવામાં આવ્યું હતું. આમ જોધપુરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org