________________
પ્રભાવક સ્થવિરો
અને શીલસંયમની આરાધનામાં અનુરક્ત એવા મહેન્દ્રસૂરિના ઉત્તમ ચારિત્ર્યનો પ્રભાવ પણ મોહનજી ઉપર ઘણો પડ્યો. મહેન્દ્રસૂરિએ એક વખત મોહનજીને કહ્યું હતું, વચ્વા ! તેરા નામ હો તો મોહન હૈ । મોહન યાને ‘મોદ-ન’ ના । તુમ मोह - समूह को जीत कर विजय करो यही मेरी एक आरझू है ।'
આ વાક્યો મોહનજીના હ્રદયને બહુ સ્પર્શી ગયાં હતાં.
થોડા વખત પછી મહેન્દ્રસૂરિ પણ કાળધર્મ પામ્યા. આમ, બંને ગુરુ ભગવંતોના ચીર વિરહનો સમય આવી પહોંચ્યો. એથી મોહનજીનું આંતરમંથન ચાલુ થયું. યતિ તરીકેનું જીવન જીવવું કે સંવેગી સાધુ થવું ? યતિ તરીકે તેઓ યતિશ્રી રૂપચંદ્રજીની ગાદીના વારસ બન્યા હતા. એ દિવસોમાં બારેક લાખ રૂપિયાની મિલકતનું સ્વામિત્વ મળ્યું હતું. મિત્રો અને સગાંસંબંધીઓનો આગ્રહ હતો કે યતિ તરીકે જ ચાલુ રહેવું. આયુર્વેદ, જ્યોતિષ, મંત્રતંત્ર વગેરેના જાણકાર યતિઓ સાથે રાજાઓ પણ ગાઢ સંબંધ રાખતા. જ્યારે કાશીના રાજાએ યતિ મોહનજીની યતિ-ગાદી છોડવાની વાત સાંભળી ત્યારે તેમણે પણ મોહનજીને સમજાવવા પ્રયત્ન કર્યો. પોતાના મહેલમાં આવીને પોતાની સાથે કાયમ માટે રહેવા કહ્યું. રાજ્ય તરફથી જે કંઈ બીજી સગવડ જોઈતી હોય તે આપવા પણ કહ્યું. પરંતુ અંદરનો વૈરાગ્યરસ એટલો બધો ઊભરાતો કે એક દિવસ પોતાની બધી જ સંપત્તિ સામાજિક અને ધાર્મિક હેતુઓ માટે દાનમાં આપવાનો નિર્ણય કરીને યતિશ્રી મોહનજી કાશીથી લખનૌ ગયા અને ત્યાંથી નીકળેલા શંત્રુજયના સંઘમાં જોડાઈને જાત્રા કરવા ચાલ્યા ગયા.
જાત્રા કરીને તેઓ લખનૌ પાછા આવ્યા. ત્યાં લગભગ બાર વર્ષ રહ્યા. પોતાની બધી મિલકત દાનમાં આપી દીધી. ત્યાર પછી તેઓ કલકત્તા ગયા. ત્યાં એક વિશિષ્ટ ચમત્કારિક, પ્રેરક અનુભવ થયો. એક દિવસ કલકત્તામાં તેઓ ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન ધરીને બેઠા હતા. તે વખતે ધ્યાનમાં એક કાળો નાગ પોતાની સામે મોં ફાડીને આવતો એમણે જોયો. આંખ ઉઘાડીને જોયું તો કશું દેખાયું નહિ. તેમણે વિચાર કર્યો કે ‘ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન ધરતાં ધરણેન્દ્ર દેવે દર્શન દીધાં છે. એમાં કોઈ સંકેત રહેલો છે. મોઢું ફાડેલો કાળો નાગ સૂચવે છે કે કાળરૂપી નાગ મારો ઘડીકમાં કોળિયો કરી
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org