________________
૧૪૨
પ્રભાવક સ્થવિરો
દીક્ષા ધારણ કરી હતી.
(૨) અભ્યાસ અને જ્ઞાન વધતાં અને ત્યાગ-સંયમમાં રુચિ જાગ્રત થતાં યતિ-જીવનની જાહોજલાલી છોડીને, તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંવેગી દીક્ષા ધારણ કરીને જૈન મુનિ બન્યા હતા.
(૩) તેઓ ખરતરગચ્છના મુનિ હતા, છતાં સમયને પારખીને તેમણે પોતે તપગચ્છની સમાચારી સ્વીકારી હતી. એ જમાનામાં આવું ક્રાંતિકારક ગણાતું પગલું ભરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર હતી.
(૪) તેમણે મુંબઈમાં પહેલી વાર જૈન સાધુ તરીકે પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જૈન સાધુઓના વિહાર અને વિવચરણ માટે મુંબઈ બંદર હંમેશને માટે ખુલ્લું મુકાયું હતું.
(૫) મુંબઈના આંગણે તેમણે દીક્ષાઓ આપી હતી. મુંબઈની પ્રજાને જૈન મુનિની દીક્ષાનો મહોત્સવ જોવાની તક પહેલી વાર સાંપડી હતી.
() પોતે મુનિ તરીકે જ રહ્યા હતા અને પોતાના શિષ્યોને ગણિ અને પંન્યાસની પદવી પોતાની નિશ્રામાં જ અપાવી હતી. એમના એવા કેટલાક શિષ્યો સમય જતાં આચાર્યનું પદ પામ્યા હતા.
(૭) પોતાના સંપર્કમાં આવનાર જૈનો ઉપરાંત હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અનેક લોકોને તેમણે પ્રતિબોધ પમાડીને ધર્મ તરફ વાળ્યા હતા.
(૮) પોતે બાળબ્રહ્મચારી તપસ્વી મહાત્મા હતા. જ્યાં જ્યાં તેઓ વિચરતા ત્યાં ત્યાં તપનો પ્રભાવ વધી જતો.
(૯) તેઓ વચનસિદ્ધ મહાત્મા તરીકે પંકાયા હતા. અનેકને એમની વચનસિદ્ધિના અનુભવો થયા હતા. એમની આશિષથી અનેક લોકોના જીવન ઉજ્જવળ બન્યાં હતાં. એમની હાજરીમાં વિવિધ સ્થળે લોકોએ દાનનો અસાધારણ પ્રવાહ વહેવડાવ્યો હતો.
મોહનલાલજી મહારાજનો જન્મ વિ. સં. ૧૮૮૫ના ચૈત્ર વદ ૬ના દિવસે ચાંદપોર (ચંદ્રપુર) નામના ગામમાં થયો હતો. આ ચાંદપોર મથુરાથી લગભગ ચાલીસ માઈલ દૂર મારવાડના પ્રદેશમાં આવેલું છે. તેમના પિતાશ્રીનું નામ બાદરમલ હતું. તેઓ બ્રાહ્મણ કુળના અને સનાટ્ય જાતિના હતા. તેઓ પંડિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org