________________
1 [૮] [
શ્રી મોહનલાલજી મહારાજ
વિ. સં. ૨૦૪૬-૪૭નું વર્ષ એટલે મુંબઈમાં જૈન સાધુ ભગવંતોના વિહાર-વિચરણનું શતાબ્દી વર્ષ. જેન મુનિ તરીકે મુંબઈ નગરીમાં પ્રથમ પ્રવેશ કરનાર સ્વ. પૂ. મોહનલાલજી મહારાજ હતા. વિ. સં. ૧૯૪૭માં ચૈત્ર સુદ ૬ના રોજ એમણે મુંબઈમાં ભાયખલામાં પ્રવેશ કરીને પછી લાલબાગના ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું હતું. એમણે મુંબઈ નગરીને એ વખતે ધર્મોલ્લાસથી બહુ ડોલાવી દીધી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મુંબઈના ટાપુ ઉપર અંગ્રેજોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હતી. પારસીઓની વસ્તી પણ ઘણી મોટી હતી. એટલે મુંબઈ મ્લેચ્છ નગરી તરીકે ઓળખાતી હતી. મુંબઈમાં ત્યારે જૈનોની વસ્તી વધતી જતી હતી. જિનમંદિરો હતાં, પણ જૈન સાધુઓ મુંબઈમાં પધારતા ન હતા. જો કે વસઈની ખાડી ઉપર પુલ બંધાયો ત્યારપછી પગપાળા વિહાર કરીને મુંબઈ પહોંચવું અઘરું નહોતું.
ગત શતકમાં જૈન શ્વેતામ્બર પરંપરામાં મંદ પડેલી ધર્મભાવનાને ઢંઢોળીને જાગ્રત કરનાર અને અનેક શિષ્યો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબમાં ધર્મની પ્રભાવના કરનાર મહાત્માઓ મુખ્યત્વે હિન્દુ ધર્મમાંથી આવેલા હતા. એવા મહાત્માઓમાં બુટેરાયજી મહારાજ જાટ જાતિના ક્ષત્રિય હતા. આત્મારામજી મહારાજ બ્રહ્મક્ષત્રિય હતા. મોહનલાલજી મહારાજ બ્રાહ્મણ હતા. બુદ્ધિસાગરસૂરિ મહારાજ કણબી પાટીદાર હતા. આબુવાળા વિજયશાંતિસૂરિ મહારાજ રબારી હતા. આ અને એવા બીજા કેટલાક હિન્દુ મહાત્માઓએ સ્વયં પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કરીને જે સમાજ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો
મોહનલાલજી મહારાજની તરત ધ્યાન ખેંચે એવી કેટલીક મહત્ત્વની ઘટનાઓ નીચે પ્રમાણે છે :
(૧) તેઓ જન્મે બ્રાહ્મણ હતા. પરંતુ વિદ્યાભ્યાસ પછી તેમણે જૈન યતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org