________________
શ્રી બુટેરાયજી મહારાજ
હતો. તેઓ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. ગુરુ રામલાલજી વૃદ્ધાવસ્થાને કારણે રોગગ્રસ્ત થયા હતા. એટલે વ્યાખ્યાન આપવાની જવાબદારી અમરસિંહજીએ લીધી હતી. બુટેરાયજી અમરસિંહજીના સંપર્કમાં આવ્યા. બુટેરાયજી યુવાન, બુદ્ધિશાળી તથા સંસ્કૃત-અર્ધમાગધીના જાણકાર અને જિજ્ઞાસુ છે એ જાણી અમરસિંહજીને એમનો સંગ ગમી ગયો. તેઓ પાસે જે કંઈ નવી નવી પોથીઓ આવતી તે બુટેરાયજીને બતાવતા અને વાંચવા આપતા.
એક દિવસ અમરસિંહજીએ બુટેરાયજીને ‘વિપાકસૂત્ર'ની પોથી બતાવી પૂછ્યું, ‘આ તમે વાંચ્યું છે ?' પોથી જો બુટેરાયજીએ કહ્યું, ‘વિપાકસૂત્ર' મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલી વાર તમારી પાસેથી સાંભળું છું.’ અમરસિંહજીએ ‘વિપાકસૂત્ર’ બુટેરાયજીને વાંચવા આપ્યું.
બુટેરાયજી ‘વિપાકસૂત્ર' બહુ રસપૂર્વક, ચીવટથી વાંચી ગયા. શાસ્ત્રોનું અધ્યયન કરવાની એમની ભૂખ ગુરુમહારાજે પૂરી સંતોષી નહોતી, એટલે તે વાંચતાં વધુ આનંદ થયો. પરંતુ ‘વિપાકસૂત્ર' વાંચતાં તેમાં આવતો મૃગા—લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી મૃગાવતીના, માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગંધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગંધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ત્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે, ‘આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે. માટે મોઢે મુહત્તી બાંધવી જરૂરી છે.’
પરંતુ આ ખુલાસાથી બુટેરાયજીને સંતોષ થયો નહિ. વળી, જિન પ્રતિમાનાં દર્શન–વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહિ.
દિલ્હીના ચાતુર્માસ પછી બુટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, અમૃતસર, સિયાલકોટ, રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બુટેરાયજીને કહ્યું કે,
Jain Education International
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org