________________
શ્રી બુટેરાયજી મહારાજ
થયાં અને તેઓએ શ્રાવકોની સભા ભરીને કહ્યું, ‘બુટેરાયજી જો આવતી કાલે સવારે પ્રતિક્રમણ કરતી વખતે મોઢે મુહપત્તી ન બાંધી લે તો તે જ વખતે એમનો વેશ છીનવી લઈને, એમને નગ્ન કરીને અને મારીને સ્થાનક બહાર કાઢી મૂકીશું.'
સભાનો આવો નિર્ણય જાણીને બુટેરાયજીના અનુરાગી શ્રાવકો મોહોરસિંહ, સરસ્વતીદાસ વગેરેને લાગ્યું કે આ બરાબર નહિ થાય. એમાં શાસનની અવહેલના થશે. જૈન સાધુ-સમાજની કોઈ શોભા નહિ રહે. માટે તેઓ રાતને વખતે બુટેરાયજી પાસે પહોંચ્યા. તેઓએ કહ્યું, ‘ગુરુદેવ, આપને માથે ભયંકર સંકટ છે. માટે આપ સૂર્યોદય પહેલાં શહે૨માંથી વિહાર કરી જજો અને પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પાછી ત્યાં કરજો.'
બુટેરાયજીએ તેમને કહ્યું, ‘ભાઈઓ, આવી રીતે ગભરાઈને હું કેટલા દિવસ રહી શકું ? મને કોઈનો ડર નથી. પરંતુ મારા લીધે તમને તકલીફ થાય એવું હું ઇચ્છતો નથી. માટે સવારે જ્યારે બધા લોકો મારો વેશ ઉતારવા આવે ત્યારે તમે મને બચાવવા આવશો નહિ. હું મારું સંભાળી લઈશ. હું તો એકલો છું. મારી પાછળ કોઈ રોવાવાળું નથી. જે શ્રાવકો મારો વેશ ઉતારવા આવે તેઓને કહેજો કે પોતાની બૈરીનાં બલોયાં ફોડીને પછી મારી પાસે આવે. અહીં રાજ અંગ્રેજોનું છે. મારો વેશ કોઈ ઉતા૨શે તો તેને પૂછનાર પણ કોઈ સત્તાવાળા હશે ને ? કોણ અપરાધી હશે તે તો છેવટે નક્કી થશે ને ? મારે કંઈ ડરી જવાનું કારણ નથી. હું મારા નિર્ણયમાં અડગ છું. જેઓ વેશ છીનવી લેવા આવે તેઓને કહેજો કે તેઓ પોતાનું ઘર સંભાળીને આવે. વગર લેવેદેવે સરકાર તરફથી તેમને કંઈ તકલીફ ન થાય.'
૧૦૯
બુટેરાયજીની નીડરતા અને આત્મવિશ્વાસ જોઈને તથા વેશ ખેંચવા જતાં મારામારી થાય તો પોલીસનું લફરું થાય એ બીકે કોઈ આવ્યું નહિ. બુટેરાયજીએ ત્યાં જ સવારનું પ્રતિક્રમણ કર્યું અને ત્યાં જ ત્રણેક દિવસ રોકાયા. શ્રાવકોમાં પણ બે ભાગલા પડી ગયા. એટલે પણ આ વિવાદ થાળે પડવા લાગ્યો. બુટેરાયજી તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ અને ચારિત્રપાલનમાં ઉચ્ચ કોટિના હતા. એટલે તેમનો પણ અનુયાયીવર્ગ હતો, જે દિવસે દિવસે વધતો જતો હતો. અમરસિંહજી અને એમના શિષ્યો તરફથી શ્રાવકોને ચડાવવામાં આવતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org