________________
શ્રી બુટેરાયજી મહારાજ
૧૧૭
દીક્ષા લેવા માટે હિલચાલ ચાલુ કરી દીધી હતી.
પંજાબનાં પોતાનાં ક્ષેત્રો સંભાળી, ઠેર ઠેર જિનમંદિરના નિર્માણની યોજના કરી ગુજરાત તરફ આવવા માટે બુટેરાયજી મહારાજે પંજાબથી નીકળી સં. ૧૯૨૭નું ચાતુર્માસ બિકાનેરમાં કહ્યું. તેઓ ગુજરાત તરફ આવી રહ્યા છે એ સમાચાર મળતાં એમના શિષ્યો મૂલચંદજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ તેમને સામે લેવા માટે ગુજરાતથી વિહાર કરી આબુથી આગળ પાલી સુધી પહોંચ્યા હતા.
અમદાવાદમાં આવીને બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે જૈન શાસનની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ વિચારી. તેમણે અમદાવાદ, ભાવનગર, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. અમદાવાદમાં તેઓ હતા ત્યારે યતિમાંથી સાધુ થયેલા રતનવિજયજી નામના એક શિથિલાચારી સાધુએ પંજાબી સાધુઓને ઉતારી પાડવા પ્રપંચો કરેલા, પરંતુ અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ એમને ફાવવા દીધા નહોતા.
વિ. સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ ભાવનગરથી અમદાવાદ પધાર્યા. તેમની ઉંમર હવે ૬૫ વટાવી ગઈ હતી. તેમની તબિયત હવે જોઈએ તેવી સારી રહેતી નહોતી. એ વર્ષે પંજાબના તેજસ્વી મહાત્મા આત્મારામજી મહારાજ અમદાવાદ આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજે એમને તથા એમની સાથે આવેલા બીજા ૧૭ સ્થાનકમાર્ગી સાધુઓને સંવેગી દીક્ષા આપી. આમ સંવેગી સાધુઓની સંખ્યા વધતી ગઈ.
બુટેરાયજી મહારાજે પોતાના ત્રણ મુખ્ય શિષ્યોમાં ક્ષેત્રોની વહેંચણી કરી આપી. મૂલચંદજી મહારાજ અમદાવાદ અને ગુજરાત સંભાળે, વૃદ્ધિચંદ્રજી મહારાજ કાઠિયાવાડ સંભાળ અને આત્મારામજી મહારાજ પાછા પંજાબ પધારે અને પંજાબનાં ક્ષેત્રો સંભાળે.
બુટેરાયજી મહારાજે સં. ૧૯૩૨થી ૧૯૭૮ સુધી, જીવનના અંત સુધી અમદાવાદમાં સ્થિરવાસ કર્યો. તેઓ હવે આત્મસાધનામાં વધુ મગ્ન રહેતા. શિષ્યોને તેઓ જરૂર પૂરતું માર્ગદર્શન આપતા. તેમની પાસે શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ હેમાભાઈ વગેરે અમદાવાદના શ્રેષ્ઠીઓ આવતા અને તેમની સંભાળ લેતા. મહારાજશ્રી નગરશેઠના વંડે છેલ્લાં પાંચ-છ વર્ષ સ્થિરવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org