________________
૧૪૦
પ્રભાવક સ્થવિરો
તત્ત્વો જાણી જિનમત તણા જ્ઞાનદષ્ટિ પ્રકાશે, તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભુલી જવાશે ?
વૃદ્ધિચંદ્રજીના પ્રશિષ્ય કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિએ સ્તુતિરૂપ અષ્ટકની રચના સંસ્કૃત શ્લોકમાં કરી છે. એની વિશિષ્ટતા એ છે કે એમણે પ્રથમ સાત શ્લોકમાં પ્રત્યેકમાં પ્રથમ ચરણમાં પહેલો શબ્દ બેવડાવ્યો છે, જેમ કે વાવે વાવે, પાવે પાર્વ, રાય સાથે ઈત્યાદિ તથા તે પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ નીચે પ્રમાણે એકસરખું જ રાખ્યું છે :
स्वर्गस्थौऽसौ विसलति सुखं सद्गुरुर्वृद्धिचन्द्रः ।।
પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. શ્રી વિજયનંદનસૂરિએ સંસ્કૃત પદ્યમાં વૃદ્ધિસ્તોત્રમ્ નામના કાવ્યની દસ શ્લોકમાં રચના કરી છે, જેમાંના પ્રથમ આઠ શ્લોકનું અંતિમ ચરણ તુવે સોહં ધ્યાનો એ પ્રમાણે રાખ્યું છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉત્તમ ગુણોનો મહિમા ગાતા આ સ્તોત્રના આરંભના શ્લોકમાં તેઓ કહે છેઃ
सदा स्मर्यासड्:ख्यास्खलित गुणं संस्मारित युगप्रधानं पीयूषोपमधूरवाचं व्रतिधूरम् । विवेकाद्विज्ञातस्व परसमयाशेष विषयं
स्तृवं सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ।। [સદા સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અસ્મલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃતસમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વરૂપ-સિદ્ધાંતના સર્વ વિષયોને વિવેકથી જાણનાર અને ધ્યાનમાં (અથવા સોડદં તે જ છું એવા ધ્યાનમાં) ઉલ્લસિત હૃદયવાળા શ્રી વૃદ્ધિવિજયની હું સ્તુતિ કરું છું.] * *
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની યશોજ્જવલ ગાથાનું જેમ જેમ પાન કરીએ છીએ તેમ તેમ તેમના પ્રત્યે મસ્તક વધુ ને વધુ નમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org