________________
૧૩૮
પ્રભાવક સ્થવિરો
પાડી દીધી હતી. તેઓ કહેતા કે પોતે સમુદાયમાં વડા છે અને પોતે ડોળીનો ઉપયોગ કરે તો એમનો દાખલો લઈ બીજાઓ પણ ડોળીમાં બેસવા લાગે અને એમ કરતાં સાધુસમુદાયમાં શિથિલાચાર વધે.
મહારાજશ્રીની શારીરિક પીડા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમનો આત્મોપયોગ પણ વધતો ગયો. દેહભાવમાંથી છૂટી અધ્યાત્મસ્વરૂપમાં અને અનુભવજ્ઞાનમાં તેઓ વધુ લીન રહેવા લાગ્યા હતા. શરીરની વેદના તીવ્રતમ થતી ત્યારે પણ તેમના મુખમાંથી ઊંહકારો નીકળયો નહિ. તેઓ “અરિહંત, સિદ્ધ, સાહુ’ એ ત્રણ શબ્દોનું નિરંતર રટણ કરવા કહેતા. એવા અશાતાના વખતમાં પણ તેઓ ચઉસરણ પયત્રાનું રટણ કરતા અને કોઈ કોઈ ગાથાનો અર્થ ઉલ્લાસપૂર્વક સમજાવતા, જાણે કે શરીરમાં કંઈ વ્યાધિ જ નથી.
સં. ૧૯૪૯ના વૈશાખમાં મહારાજશ્રીની તબિયત વધુ બગડી અને વૈશાખ સુદ ૭ની રાત્રે ૯-૩૦ વાગે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આ શોકજનક સમાચાર સમગ્ર શહેરમાં ફરી વળ્યા. ભક્તોનાં ટોળેટોળાં ઊમટ્યાં. ગામેગામ તારથી ખબર અપાયા. બીજે દિવસે સવારે ભાવનગરમાં બધાં બજારો-શાળાઓ વગેરે બંધ રહ્યાં. સુશોભિત પાલખીમાં મહારાજશ્રીના દેહને મૂકીને ભક્તો જય જય નંદા, જય જય ભદ્રા'ના ઉચ્ચારો કરતા દાદાવાડીમાં લઈ આવ્યા. હજારોની મેદની ત્યારે એકત્ર થઈ હતી. મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એક મહાન જ્યોતિ વિલીન થઈ ગઈ. એ પ્રસંગે અનેક લોકોએ અને જુદા જુદા સંઘોએ એમની સ્મૃતિમાં સંસ્થાઓની સ્થાપનાના, તપશ્ચર્યાના, અનુકંપાદાન, સુપાત્રદાન વગેરેના સંકલ્પો જાહેર કર્યા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ પોતાના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજની જેમ પ૯ વર્ષની વયે કાળધર્મ પામ્યા. બંને ભાવનગરમાં કાળધર્મ પામ્યા. બંનેની ઉમર વચ્ચે ચાર વર્ષનું અંતર હતું અને કાળધર્મ વચ્ચે પણ ચાર વર્ષનું અંતર રહ્યું હતું. બંનેનો અગ્નિસંસ્કાર ભાવનગરમાં દાદાવાડીમાં થયો હતો. બંનેનાં પગલાંની દેરી પણ પાસે પાસે કરવામાં આવી છે. પંજાબથી ભરયુવાન વયે નીકળેલા આ બે સાચા સંયમી, સાચા ત્યાગી, સમર્થ ધર્મોપદેશક મહાત્માઓએ ગુજરાત ઉપર અનન્ય ઉપકાર કરી ગુજરાતમાં જ દેહ છોડ્યો.
પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂલચંદજી મહારાજ અને પૂ. વૃદ્ધિચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org